Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં પૂરના પાણી ઓસર્યા છતાં શાંતાદેવી રોડ પર હાલાકી યથાવત:ડ્રેનેજ જામ થતાં ગંદકીનું સામ્રાજ્ય, મહિલાઓ જાતે પાણી ઉલેચવા મજબૂર

    1 day ago

    નવસારી શહેરમાં ભારે વરસાદ અને પૂર્ણા નદીના જળસ્તરમાં આવેલા વધારાને કારણે શાંતાદેવી રોડ વિસ્તાર પૂરના પાણીમાં ગરકાવ થયો હતો. હાલ વરસાદે વિરામ લીધો છે અને નદીના જળસ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે, પરંતુ શાંતાદેવી રોડ પર હજુ સુધી પૂરના પાણીનો સંપૂર્ણ નિકાલ થયો નથી. પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતાં સ્થાનિક રહેવાસીઓને હજુ પણ ગંદકી, દૂષિત પાણી અને અવરજવર જેવી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રેનેજ જામ થતાં ગાંધીનગર સોસાયટીમાં નરકાગાર જેવી સ્થિતિ પૂરના પાણી સાથે આવેલા કચરા અને ડ્રેનેજ લાઈનની યોગ્ય સફાઈ ન થવાને કારણે સમગ્ર ડ્રેનેજ વ્યવસ્થા ચોકઅપ થઈ ગઈ છે. પરિણામે દૂષિત પાણીનો નિકાલ અટકી ગયો છે. પાલિકા તંત્ર તરફથી સમયસર કોઈ કામગીરી ન થતાં ગાંધીનગર સોસાયટીની મહિલાઓએ જાતે જ રસ્તા પર ઉતરી સોસાયટીમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. રસ્તા ઊંચા થતાં સોસાયટીઓમાં ભરાય છે વરસાદી પાણી સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ ઊંચા બનાવવામાં આવ્યા છે, જ્યારે આસપાસની સોસાયટીઓ નીચાણમાં આવી ગઈ છે. જેના કારણે વરસાદ કે પૂર દરમિયાન રસ્તા પરનું તમામ પાણી સીધું સોસાયટીઓમાં ભરાઈ જાય છે. આ સમસ્યાના કારણે દર ચોમાસે રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગંદકી વચ્ચે રોગચાળાની ભીતિ, પાલિકા સામે મહિલાઓમાં રોષ પૂરના પાણી ઓસર્યા બાદ પણ સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. દૂષિત પાણી અને કચરાના કારણે રોગચાળો ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂરની સ્થિતિ બાદ પણ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હજુ સુધી વિસ્તારમાં પહોંચ્યા નથી. જેના કારણે મહિલાઓમાં પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક રહીશોએ પૂર્વ નગરસેવક સ્વર્ગીય અશ્વિનભાઈ કાસુન્દ્રાને યાદ કર્યા હતા. તેમનું કહેવું છે કે અગાઉ પૂર જેવી સ્થિતિ સર્જાતી ત્યારે અશ્વિનભાઈ જાતે પાણીમાં ઉતરી લોકો સુધી પહોંચતા, તેમની સમસ્યાઓ સાંભળતા અને શક્ય મદદ કરતા હતા. જ્યારે હાલના જનપ્રતિનિધિઓ પાણી ઓસર્યા બાદ પણ વિસ્તારની મુલાકાત લેવા કે લોકોની રજૂઆતો સાંભળવા પહોંચ્યા નથી. યુદ્ધના ધોરણે સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થા સુધારવાની માંગ શાંતાદેવી રોડ વિસ્તારના રહીશોએ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક અસરથી વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે ડ્રેનેજ લાઈનની સફાઈ કરીને દૂષિત પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી આયોજન કરવામાં આવે. હાલમાં પૂરના પાણી ભલે ઓસર્યા હોય, પરંતુ વિસ્તારના લોકો માટે મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે.
    Click here to Read More
    Previous Article
    કલારાણીથી પાવીજેતપુર સુધી નવી બસ સેવા શરૂ:50થી વધુ વિદ્યાર્થીઓ, અંતરિયાળ ગામોને તાલુકા મથક સાથે જોડાણ
    Next Article
    MLA Kirit Patel Supports Ambalal Patel | આગાહીકાર અંબાલાલ પટેલને કિરીટ પટેલનું સમર્થન | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment