Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જસાધાર-તુલસીશ્યામ રોડ પર ગીરના રાજાની લટાર:રોડ પર વાહનચાલકોનું સિંહદર્શન, ગીરગઢડાના ધોકડવામાં ગાયનું મારણ કરી મિજબાની માણી, ખાપટમાં સિંહપરિવારનું ખેતરમાં ભ્રમણ

    20 hours ago

    ગીર પંથકને અડીને આવેલા ગામોમાં વનરાજોની અવરજવર સતત વધી રહી છે. જસાધાર-તુલસીશ્યામ રોડ પર પણ દિવસ દરમિયાન સિંહ આવી ચડ્યો હતો. રોડ વચ્ચે જ વનરાજ ઊભો રહી જતાં પસાર થતાં વાહનો રોકાઈ ગયા હતા. લોકોએ વનકેસરીને જોવા માટે વાહનો રોકીને સિંહદર્શનની રોમાંચક પળો માણી હતી. તો વરસાદ વચ્ચે ગીરનો રાજા તેની બાદશાહત બતાવતો દેખાતો હતો. ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામને સિંહે મંગળવારે રાત્રે ગાયનું મારણ કર્યું હતું. ત્યારબાદ લાંબા સમય સુધી મિજબાની માણી હતી.જ્યારે ઉનાના ખાપટ ગામની સીમમાં સિંહ બાળ સહિતના 6 સિંહના પરિવારે ભ્રમણ કર્યું હતું સિંહના કારણે ચક્કાજામ ધોકડવા ગામ સિવાય જસાધાર-તુલસીશ્યામ રોડ પર પણ દિવસ દરમિયાન સિંહ જાહેર માર્ગ પર આવી ચડ્યો હતો. વનરાજ રોડની મધ્યમાં આવી જતાં વાહનચાલકો થંભી ગયા હતા અને થોડો સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગીર સરહદના ગામોમાં સિંહોની સતત વધતી સક્રિયતાને કારણે ગ્રામજનોએ રાત્રિના સમયે વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. ઉનાના ખાપટ ગામમાં સિંહ પરિવારની લટાર ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ હવે જંગલ વિસ્તાર કરતાં માનવ વસાહતમાં વધુ જોવા મળી રહ્યા છે, ત્યારે વરસાદના વિરામ બાદ સિંહ પરિવાર ખાપટ ગામની સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં સિંહ બાળ સાથે લટાર મારવા નીકળી ગયાં હતાં અને હાલ ચોમાસાની સિઝનમાં વ્યાપક વરસાદ વરસવાથી ખેડૂતો ખેતરે કામ કરવા જઈ શકતા ના હોવાથી સિંહ પણ ખેતરમાં પોતાનો વસવાટ કરતા હોય છે અને રાત્રીના સમયે ગામમાં શિકારની શોધમાં નીકળતા હોય છે. ધોકડવામાં રહેણાંક વિસ્તારમાં ગાયનો શિકાર ગીર પંથકને અડીને આવેલા ગામોમાં વનરાજોની અવરજવર સતત વધી રહી છે. ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામને સિંહે પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી લીધું હોય તેમ અવારનવાર સિંહ ગામમાં લટાર મારતો જોવા મળે છે. મંગળવારે રાત્રે આશરે 10:30 વાગ્યાની આસપાસ ધોકડવા ગામના CNG પંપ નજીક આવેલા અન્નપૂર્ણા નગર વિસ્તારમાં એક ડાલામથ્થા સિંહે આવી ચડી ગાયનું મારણ કર્યું હતું. સિંહે ઘરઆંગણે જ ગાયનો શિકાર કરીને લાંબા સમય સુધી મિજબાની માણી હતી. રાત્રિના સમયે સિંહ ગામમાં ત્રાટકતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહને ઘરની સાવ નજીક જોઈને લોકો ઘરમાં ભરાઈ ગયા હતા અને ગામલોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. આ તરફ સિંહ કોઈપણ ડર વગર નિરાંતે મિજબાની માણતો નજરે પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ઘટના અંગે વન વિભાગને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દારૂના નશામાં AMTSનો ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો, રિવરફ્રન્ટમાં બસ ઘુસાડી:એલીસબ્રીજ બ્રિજ નીચે ડિવાઇડરને ટક્કર મારી, પોલીસે પૂછતા કોઈ ભાન જ નહોતું
    Next Article
    હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ધોળકામાં રાશન કીટ વિતરણ:જરૂરિયાતમંદ અને એકલવાયા વડીલોને મદદ કરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment