Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદોદમાંથી વહેતી નર્મદા નદીમાં નવા નીરનું આગમન:ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનથી નદીના જળસ્તરમાં વધારો, પંથકવાસીઓમાં ખુશીની લહેર

    11 hours ago

    વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ અને પવિત્ર તીર્થક્ષેત્ર એવા ચાંદોદમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં ચાલુ સીઝનમાં પ્રથમ વખત નવા નીરનું આગમન થયું છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પગલે નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાંદોદ ખાતે નદી કિનારે નવા પાણીની આવક થતાં જ સમગ્ર પંથકમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીમાં પાણીની આવક નર્મદા નદીમાં પાણીની આ નવી આવક પાછળ પડોશી જિલ્લા છોટાઉદેપુરમાં થયેલો સારો વરસાદ મુખ્ય કારણ છે. છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનનો ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે, જેના કારણે સ્થાનિક નદી-નાળા અને જળાશયો પાણીથી છલકાયા છે. આ વ્યાપક વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉચ્છ અને ઓરસંગ નદીના પાણી નર્મદામાં ભળ્યા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં અને તેના ઉચ્છ કેચમેન્ટ વિસ્તાર (આવરા પ્રદેશ)માં ભારે વરસાદ ખાબક્યો છે. આ મુશળધાર વરસાદને કારણે ઉચ્છ નદી અને ઓરસંગ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ બંને નદીઓના વહેણ આગળ વધીને અંતે નર્મદા નદીમાં પહોંચ્યા છે, જેના કારણે ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. પંથકવાસીઓમાં ખુશીની લહેર, નદીનું નવું રોદ્ર સ્વરૂપ ચાલુ સીઝનમાં પ્રથમવાર નર્મદા નદીમાં નવા નીર આવતા સ્થાનિક પંથકવાસીઓ, ખેડૂતો અને શ્રદ્ધાળુઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાંથી માટી અને કાંપવાળું પાણી મોટી માત્રામાં વહીને આવવાના કારણે નર્મદા નદીના અત્યાર સુધીના શુદ્ધ અને પારદર્શક જળ હાલ પૂરતા ડહોળા બન્યા છે. નદીનું આ નવું રોદ્ર અને ભવ્ય સ્વરૂપ જોવા માટે સ્થાનિક લોકો ઘાટ પર ઉમટી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરમાં લશ્કર કમાન્ડર ઝાકિર અહેમદ ઠાર:પહેલગામ હુમલા પછી બનેલી હિટ લિસ્ટમાં સામેલ હતો; શોપિયાંમાં 5 દિવસથી ઓપરેશન ચાલુ
    Next Article
    મોદી કેબિનેટમાં ફેરબદલનું કાઉન્ટડાઉન શરૂ:પાંચ મંત્રી બદલાય એવી શક્યચા, યુવા મંત્રીમંડળ બનાવવાની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment