Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિફ્લેક્શન:એક કપ કોફીની સુગંધ સાથે બદલાતી જીવનશૈલી

    2 days ago

    નમ્રતા દેસાઈ આપણી ભારતીય સંસ્કૃતિમાં સવારે ઊંઘમાંથી જાગતાં જ હાથમાં ગરમાગરમ આદું, ફૂદીના અને મસાલાવાળી ચાનો કપ આવી જાય એટલે આપણો આખો દિવસ ભયો ભયો! તેની સોડમ માત્ર મનને તાજગીથી ભરી દે, એવી લાગણી દેશના કરોડો લોકો દરરોજ અનુભવે છે. ચા એટલે આપણાં જીવનનો અભિન્ન હિસ્સો. આવનાર અતિથિના સ્વાગતમાં ‘ચા-પાણી કરીને જજો’ એવું અચૂક દરેક ઘરમાં સંભળાય અને જ્યારે કોઈક ખાસ વ્યક્તિ મહેમાન બને ત્યારે જ કોફી પણ બને. હા, દક્ષિણ ભારતમાં પિત્તળના નાના ગ્લાસમાં ફિલ્ટર કોફી હજી આજે પણ ત્યાંનો ટ્રેડમાર્ક છે. પરંતુ આજે એ કોફી સાઉથમાંથી વિસ્તાર પામીને દેશના અનેક ખૂણાઓમાં યુવા દિલોની જીવનશૈલી, સંવાદ, સર્જનાત્મકતા અને આધુનિક સંસ્કૃતિનું પ્રતીક બની ગઈ છે. આજના યુથ માટે કોફી કાફે માત્ર કોફી પીવાની જગ્યા નથી રહી, પરંતુ મિત્રો સાથે મુલાકાત, વિચારોની આપ-લે, અભ્યાસ, કામ, નવી સંભાવનાઓ અને કાઉન્સેલિંગ કરવાનું એક સેન્ટર બની ગઈ છે. આ કોફીનો જન્મ આફ્રિકાના ઇથોપિયા દેશમાં થયો હતો. એક લોકકથા મુજબ કાલ્દી નામના ઘેટાં-બકરાં ચરાવનાર યુવાને જોયું કે તેનાં બકરાં એક ખાસ છોડનાં લાલ ફળ ખાધાં પછી અસામાન્ય રીતે ચપળ અને ઊર્જાવાન બની જાય છે. ત્યાંથી કોફીના ગુણોની શોધ થઈ. ઇથોપિયાથી કોફી યમન પહોંચી અને પછી વેપારીઓ દ્વારા સમગ્ર વિશ્વમાં ફેલાઈ. આજે બ્રાઝિલ, વિયેતનામ, કોલંબિયા, ઇથોપિયા અને ભારત વિશ્વના મુખ્ય કોફી ઉત્પાદક દેશો છે. વિશ્વમાં કોફીના મુખ્ય ચાર પ્રકારો છે: અરેબિકા, રોબસ્ટા, લિબેરિકા અને એક્સેલ્સા. તેમાં અરેબિકા સૌથી વધુ લોકપ્રિય છે, જે તેના મીઠા અને સુગંધિત સ્વાદ માટે જાણીતી બની છે. બીજી તરફ રોબસ્ટામાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે અને તેનો સ્વાદ થોડો કડવો તથા તીવ્ર હોય છે. ભારતમાં મુખ્યત્વે અરેબિકા અને રોબસ્ટાનું ઉત્પાદન થાય છે. દેશની લગભગ 90 ટકા કોફીનું ઉત્પાદન કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં થાય છે. કર્ણાટકનું ચિક્કમંગલુરુ અને બાબાબુડનગિરી વિસ્તાર ભારતીય કોફીનું જન્મસ્થળ માનવામાં આવે છે. અહીં ઉગાડવામાં આવતી ‘શેડ-ગ્રોન’ કોફી વિશ્વભરમાં તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી છે. ભારતીય કોફીની વિશેષતા એ છે કે તે મોટાં વૃક્ષોની છાયામાં ઉગાડવામાં આવે છે, જેના કારણે તેના દાણામાં કુદરતી સ્વાદ અને સુગંધ વધુ સારી રીતે વિકસે છે. છેલ્લાં દસેક વર્ષમાં ભારતમાં કોફી અને કાફે કલ્ચરમાં અદભુત પરિવર્તન આવ્યું છે. એક સમયે ચાની લારીઓ અને નાસ્તાની દુકાનો લોકોનાં મળવાનાં કેન્દ્ર હતાં, આજે તેના સ્થાને કાફેઓએ એક નવી જગ્યા બનાવી છે. મુંબઈ, દિલ્હી અને બેંગ્લુરુ જેવાં મહાનગરોથી શરૂ થયેલી આ સંસ્કૃતિ હવે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ઇન્દોર અને જયપુર જેવાં શહેરોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. ભારતમાં આજે હજારો કાફે કાર્યરત છે અને બ્રાન્ડેડ કોફી કાફે ચેઇન્સની સંખ્યા સતત વધી રહી છે; જ્યાં કોફીની સાથે બ્રન્ચ, જંક ફૂડ, ગઝલ કે સૂફી ટ્રેન્ડ અને બુક શેલ્ફ પણ આવા કાફેમાં હોય છે. અહીં મળતી મોટાભાગની કોફી Espresso પરથી તૈયાર થાય છે. તેમાં દૂધ, પાણી, ફોમ, ચોકલેટ અથવા બરફનું પ્રમાણ બદલવાથી Cappuccino, Latte, Americano, Mocha, Macchiato, Cold Brew જેવી 50થી વધુ વેરાઈટીઓ બને છે. વિશ્વભરમાં Arabica અને Robusta મુખ્ય કોફી બીન્સ છે, જ્યારે દરેક કાફેમાં સામાન્ય રીતે 15થી 25 પ્રકારની કોફી ઉપલબ્ધ હોય છે. બ્લેક કોફી અને ગ્રીન કોફી જેવી કોફી વજન ઘટાડવા માટે યૂઝ થાય છે. આજના યુવાનો માટે કોફી કાફે એક ‘થર્ડ સ્પેસ’ બની રહ્યું છે. ઘર અને ઓફિસ સિવાયનું એવું સ્થળ જ્યાં તેઓ પોતાની ઓળખ, સંબંધો અને સપનાંઓને જગ્યા આપી શકે. કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરતો હોય, કોઈ સ્ટાર્ટઅપ ફાઉન્ડર પોતાના નવા પ્રોજેક્ટ પર ચર્ચા કરતો હોય કે કોઈ લેખક પોતાની નવી કૃતિ લખતો હોય, આ કાફે દરેકને પોતાની રીતે આવકારે છે. ભારતીય કોફી બજાર 2025માં આશરે $1.88 બિલિયનનું હતું, જે 2032 સુધીમાં વાર્ષિક ધોરણે 4.3%થી વધુના દરે વધવાનો અંદાજ છે. સોશિયલ મીડિયાએ પણ કાફે કલ્ચરને નવો ટ્રેન્ડ આપ્યો છે. સુંદર ઇન્ટિરિયર, આકર્ષક લાઇટિંગ અને કલાત્મક પ્રેઝન્ટેશનવાળી કોફી હવે માત્ર પીણું નથી રહી; તે એક અનુભવ બની ગઈ છે. ઘણા યુવાનો માટે કાફેમાં જવું અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવી એક ક્રેઝ બની ગયો છે. આજે કોફી માત્ર ખેતીનું ઉત્પાદન કે બજારની વસ્તુ નથી. તે લોકો, સંસ્કૃતિઓ અને વિચારોને જોડતી એક કડી છે. ઇથોપિયાના પહાડોમાંથી શરૂ થયેલી આ સફર આજે ભારતનાં દરેક મોટાં શહેર સુધી પહોંચી છે. દરેક કપમાં ખેડૂતોની મહેનત, વેપારીઓની સફર, કાફે માલિકોની કલ્પના અને ગ્રાહકોની લાગણીઓ ભળેલી છે. એ જ કારણ છે કે કોફીનો સામાન્ય કપ પણ અસામાન્ય બની જાય છે. તેમાં માત્ર કેફીન નથી, પરંતુ સપનાંઓનો સ્વાદ, સંબંધોની ગરમાહટ અને બદલાતા સમયની સુગંધ સમાયેલી હોય છે.
    Click here to Read More
    Previous Article
    રેઈનબો:પહેલો વરસાદ: સ્મરણોનો સૈલાબ
    Next Article
    ખરાબ સેક્સ લાઇફનું કારણ ડાયાબિટીસ તો નથી ને?:પુરુષોમાં નપુંસકતા ને મહિલાઓમાં વજાઈનલ ડ્રાયનેસ, શુગરથી ફર્ટિલિટીને થતું નુકસાન કેવી રીતે રોકવું?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment