Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિયાણીના માછીમારોને દરિયાઈ સુરક્ષાનો પાઠ ભણાવાયો:મરીન ટાસ્ક ફોર્સે શંકાસ્પદ બોટ અને ડ્રગ્સ અંગે સતર્ક કર્યા

    13 hours ago

    પોરબંદર જિલ્લાના મિયાણી ગામ ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા માછીમારો માટે વિશેષ ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત બનાવવા, સ્થાનિક માછીમારો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એસ. મુનિયા તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં પોરબંદરના પીઆઈ આર.એન. ઝાલા, પીઆઈ એ.એસ. વદર અને મરીન કમાન્ડોના જવાનોએ માછીમારોને દરિયામાં મળતા ત્યજી દેવાયેલા ડ્રગ્સના પેકેટો, અજાણી કે શંકાસ્પદ બોટો અથવા અન્ય અસામાન્ય હિલચાલ અંગે સતર્ક રહેવા જણાવ્યું હતું. સ્થાનિક માછીમારો, તેમના આગેવાનો અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે સંવાદ યોજી આવી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. માછીમારો જ દરિયાઈ સુરક્ષાના આંખ અને કાન‎ દરિયામાં સૌથી વધુ સમય વિતાવતા માછીમારો દેશની દરિયાઈ સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અજાણી બોટ, ત્યજી દેવાયેલા ડ્રગ્સના પેકેટ, શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ અસામાન્ય હિલચાલ સૌપ્રથમ તેમની નજરે ચડવાની શક્યતા રહે છે. સમયસર સુરક્ષા એજન્સીને જાણ કરવામાં આવે તો ડ્રગ્સની હેરાફેરી, ઘૂસણખોરી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રારંભિક તબક્કે જ અટકાવી શકાય છે. માછીમારો જ દરિયાઈ સુરક્ષાના આંખ અને કાન
    Click here to Read More
    Previous Article
    ઇન્ડો-ચાઇના બોર્ડરની મુલાકાત લઇ ગૌરવ વધાર્યું:5 લાખ સ્પર્ધકો વચ્ચે પોરબંદરના વિદ્યાર્થીએ મેળવી ટોપ-500માં જગ્યા
    Next Article
    Egypt 'Robbed' In Argentina's 3-2 Win? Football World Blasts Referee, VAR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment