Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનાથ મંદિરને ગાંડીવેલ અને કચરામુક્ત કરાશે:મનપાએ આજી નદીમાં એકપણ રૂપિયાનાં ખર્ચ વિના અત્યાધુનિક ટ્રેશ બેરિયર લગાવ્યા, મંદિર પાસે કચરો પણ ન થવાનો દાવો

    14 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દર ચોમાસા દરમિયાન રાજકોટના લાખો ભક્તોના આસ્થા અને શ્રદ્ધા બિંદુના કેન્દ્ર સમાન રામનાથ મહાદેવ મંદિરની જગ્યા પર નદીના પ્રવાહ સાથે વહી આવતી ગંદકી રોકવા માટે એક મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ચોમાસામાં ઉપરવાસમાંથી અને નદીના આગળના ભાગમાંથી વરસાદી પાણીના ભારે પ્રવાહ સાથે જળકુંભી (ગાંડીવેલ), પ્લાસ્ટિક અને અન્ય તરતો કચરો ઘસડાઈને રામનાથ મંદિર સુધી પહોંચી જતો હોય છે. જેના કારણે પવિત્ર ધાર્મિક સ્થળ પર ગંદકી ફેલાય છે. જેને અટકાવવા એકપણ રૂપિયાનાં ખર્ચ વિના એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જે અંતર્ગત આજીનદીનાં ચુનારાવાડ બ્રિજની પાસે આધુનિક ટ્રેશ બેરિયર લગાવાયા છે. જેના કારણે મંદિર પાસે ગાંડીવેલ અને કચરો નહીં થવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. CEE ડિપાર્ટમેન્ટ સાથે ખાસ mou પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, મનપા કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રથમ વખત સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE) ડિપાર્ટમેન્ટ સાથે એક ખાસ MOU કરવામાં આવ્યા છે. આ નવતર પ્રયોગ હેઠળ આજી નદીમાં રામનાથપરા મહાદેવ મંદિર પહેલા આવેલા ચુનારાવાડ બ્રિજ પાસે આધુનિક ટ્રેશ બેરિયર લગાવીને કચરાને તેમજ ગાંડીવેલને એક જ સ્થળે નિયંત્રિત કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના આ પ્રયાસને પ્રારંભિક તબક્કે જ મોટી સફળતા મળી છે અને આજી નદીમાં આગળ વધતો જળકુંભીનો વ્યાપ અટકી ગયો છે. જળકુંભીને ‘વેસ્ટ ટુ કમ્પોસ્ટ’ પ્લાન્ટમાં મોકલાશે આ બેરિયર પાસે એકત્રિત થતા કચરાને ત્યાં જ જમા રહેવા દેવામાં નહીં આવે, મનપાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દર અઠવાડિયે જેસીબી મશીન મારફતે આ તમામ કચરા અને જળકુંભીનો નિયમિત ઉપાડ કરવામાં આવશે. આ એકત્ર કરાયેલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે અને ખાસ કરીને નદીમાંથી નીકળેલી જળકુંભી (ગાંડીવેલ) અને ઓર્ગેનિક વેસ્ટને મનપાના ‘વેસ્ટ ટુ કમ્પોસ્ટ’ પ્લાન્ટમાં મોકલવામાં આવશે, જ્યાં પ્રક્રિયા કરીને તેમાંથી ઉત્તમ પ્રકારનું ખાતર બનાવવામાં આવશે. હાલ પ્રાથમિક તબક્કે કચરો અટકવાની સાથે જ સફાઈ અને ફોટોગ્રાફ્સ લેવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનની તિજોરી પર બોજ નહીં આવે વધુમાં પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, આ પાયલટ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે, મનપાએ પોતાના બજેટમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યાં વગર આ આખી વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થાને પ્રોજેક્ટ માટે HDB Financial Services દ્વારા સીએસઆર (Corporate Social Responsibility) અંતર્ગત સંપૂર્ણ આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. આમ, કોર્પોરેશનની તિજોરી પર સહેજ પણ નાણાકીય બોજ નાખ્યા વિના PPP મોડેલ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે આ આખો પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે, જે સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાઓ માટે એક રોલ મોડેલ સાબિત થશે. ચુનારાવાડ બ્રિજ પાસે ટ્રેશ બેરિયર લગાવવા નિર્ણય લેવાયો આ પ્રોજેક્ટનો અમલ કરતાં પહેલા રાજકોટ મનપાની ટેકનિકલ ટીમ દ્વારા આજી નદી જે જે વિસ્તારોમાંથી પસાર થાય છે, તેવા તમામ સંવેદનશીલ વિસ્તારોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મુંજકા ચોકડી, 80 ફૂટ રોડ બ્રીજ અને કૈસરેહિંદ પુલ સહિત નદીના અલગ-અલગ 14 મહત્વના સ્થળો ખાતે પાણીના પ્રવાહ તેમજ કચરાની સ્થિતિનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પોટના સર્વેક્ષણ અને ગહન અભ્યાસ બાદ આખરે રામનાથ મંદિર પહેલાંનો ચુનારાવાડ બ્રિજ પાસેનો વિસ્તાર સૌથી યોગ્ય માલૂમ પડ્યો હતો, જેથી ત્યાં ટ્રેશ બેરિયર સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો હતો. બેરિયર માત્ર તરતા કચરાને જકડી રાખે આજી નદીના વહેણમાં કચરો અટકાવવા માટે જે ટ્રેશ બેરિયર મૂકવામાં આવ્યું છે તેનું માપ પણ ટેકનિકલ ગણતરીના આધારે નક્કી કરાયું છે. હાલ નદીની વચ્ચે રામનાથ મંદિર પાસે 4.5 ફૂટ ઊંચું, 4.5 ફૂટ ઊંડું અને 4.5 મીટર પહોળું વિશાળ ટ્રેશ બેરિયર ગોઠવવામાં આવ્યું છે. આ બેરિયર નદીના પ્રવાહમાં અવરોધ ઊભો કર્યા વગર માત્ર તરતા કચરાને જ જકડી રાખે છે. મંદિર પરિસર પાસે કચરો ન પહોંચતા પવિત્રતા જળવાશે નદીમાં પાણીના વહેણ સાથે તણાઈ આવતું પ્લાસ્ટિક, બોટલો, કાગળો, કપડાં, ગાંડીવેલ (જળકુંભી) તથા અન્ય તમામ પ્રકારનો તરતો કચરો આ મજબૂત બેરિયર પાસે આવીને રોકાઈ જાય છે. આ વ્યવસ્થાને કારણે રામનાથપરા મહાદેવ મંદિરના પરિસર સુધી કચરો પહોંચી શકતો નથી, જેના પરિણામે મંદિરની પવિત્રતા જળવાઈ રહે છે અને નદીનો આખો ઘાટ સ્વચ્છ અને સુંદર દેખાય છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટની સાચી કસોટી તો ભારે વરસાદ દરમિયાન થશે. આજી નદીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાશે અને પાણીનો પ્રવાહ અત્યંત વેગવંતો હશે, તે દરમિયાન ટ્રેશ બેરિયરની મજબૂતાઈ અને કચરો રોકવાની ક્ષમતા કેવી રહે છે તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવશે. પૂર ઓસર્યા બાદ આ ટેકનિકલ ડેટાનું મૂલ્યાંકન કરીને જો આ પ્રયોગ સંપૂર્ણ સફળ રહેશે, તો આગામી સમયમાં આજી નદીના અન્ય મહત્વના ઘાટ અને વિસ્તારોમાં પણ આ પ્રકારના મોટા ટ્રેશ બેરિયર મૂકવાનું આયોજન હાથ ધરાશે. ત્યારે ભારે વરસાદ દરમિયાન આ પ્રોજેકટ સફળ રહેશે કે નહીં તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ભારે વરસાદથી સ્ટોર્મ વોટર લાઈનમાં માટીનું પુરાણ બેસી ગયું:ટ્રેક્ટર, કાર ને ડમ્પર સહિતના વાહનો ફસાતાં ટ્રાફિક જામ; પાલિકાએ સમારકામ શરૂ કર્યું
    Next Article
    A Vow Of Silence In Champat Rai's Open Letter Amid Ram Temple Theft Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment