Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ભારે વરસાદથી સ્ટોર્મ વોટર લાઈનમાં માટીનું પુરાણ બેસી ગયું:ટ્રેક્ટર, કાર ને ડમ્પર સહિતના વાહનો ફસાતાં ટ્રાફિક જામ; પાલિકાએ સમારકામ શરૂ કર્યું

    13 hours ago

    હિંમતનગરમાં બે ઇંચથી વધુ વરસાદને કારણે બેરણા રોડ પર સ્ટોર્મ વોટર પાઇપલાઇનના માટીનું પુરાણ બેસી ગયું હતું. આ ઘટનાને કારણે રસ્તા પર ખાડા પડ્યા હતા અને વાહનો તેમાં ફસાઈ ગયા હતા, જેના પરિણામે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વરસાદ બંધ થયા બાદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મંગળવારે બપોર બાદ હિંમતનગરમાં દોઢ કલાકમાં બે ઇંચથી વધુ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બેરણા રોડ પર બ્રહ્માકુમારીઝ પાસેથી વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી સ્ટોર્મ વોટર પાઇપલાઇન પર કરેલું માટીનું પુરાણ વરસાદના પાણીના પ્રવાહથી બેસી ગયું હતું. માટીનું પુરાણ બેસી જવાને કારણે રોડનો અડધો ભાગ ધસી પડ્યો હતો અને મોટા ભુવા પડી ગયા હતા. આ ભુવામાં ટ્રેક્ટર, કાર અને ડમ્પર સહિતના અનેક વાહનો ફસાઈ ગયા હતા. બેરણા રોડ પર યશવી બંગલોઝથી બ્રહ્માકુમારીઝ સુધીના વિસ્તારમાં માટીનું પુરાણ બેસી જવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. આ ઉપરાંત, બેરણા રોડ પર આવેલા ક્રિષ્ના પાર્કમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેને પમ્પ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. વરસાદ બંધ થતાં જ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને માટીનું પુરાણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે માટીનું પુરાણ બેસી જવાથી ખાડા પડ્યા હતા. પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે માટી પુરાણ સહિતની સમારકામ કામગીરી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ટંકારાના સાવડીમાં પંચાયતના બે જર્જરિત ક્વાર્ટર ધરાશાય:વહેલી સવારે ઘટના, જાનહાનિ ટળી; દોઢ વર્ષથી રજૂઆત છતાં કાર્યવાહી નહીં
    Next Article
    રામનાથ મંદિરને ગાંડીવેલ અને કચરામુક્ત કરાશે:મનપાએ આજી નદીમાં એકપણ રૂપિયાનાં ખર્ચ વિના અત્યાધુનિક ટ્રેશ બેરિયર લગાવ્યા, મંદિર પાસે કચરો પણ ન થવાનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment