Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિયાએ સગાઈ કેતન સાથે કરી પણ લગ્ન ચેતન સાથે કર્યા:પોલીસ મેરેજ સર્ટિફિકેટ અને ફોટો શોધી રહી છે, પુણે મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો

    8 hours ago

    પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિયા ગોયલે કેતન સાથે સગાઈ કર્યા પછી તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. બંનેએ લગભગ ચાર મહિના પહેલાં પુણેની રજિસ્ટ્રાર ઓફિસમાં લગ્ન કર્યા હતા. પોલીસ દાવાની પુષ્ટિ કરવા માટે મેરેજ સર્ટિફિકેટ અને અન્ય પુરાવા એકઠા કરી રહી છે. સિયાની બે કોલેજની સહેલીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. દાવો છે કે બંને લગ્નમાં સાક્ષી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ડિલીટ કરાયેલી તસવીરો પણ રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ તસવીરોમાં સિયા અને ચેતન વરમાળા પહેરેલા જોવા મળ્યા હતા. પોલીસને શંકા છે કે બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સિયા અને કેતન 18 જૂને પુણેના લોહગઢ કિલ્લા પર ફરવા ગયા હતા. આ દરમિયાન કેતન ખીણમાં પડી જવાથી મૃત્યુ પામ્યો. આરોપ છે કે સિયા અને ચેતને કેતનને કિલ્લા પરથી 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો. ચેતનના બેંક રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસ એજન્સીઓ ચેતન ચૌધરીના બેંક રેકોર્ડ પણ તપાસી રહી છે. એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું લગ્નની પ્રક્રિયા ઝડપથી પૂરી કરાવવા માટે કોઈ વચેટિયાને પૈસા આપવામાં આવ્યા હતા. પોલીસને શંકા છે કે ઉદયપુરમાં નવેમ્બરમાં થનારા લગ્નની તૈયારીઓ તેજ બન્યા બાદ હત્યાના ષડયંત્રને ઝડપથી અંજામ આપવામાં આવ્યો. સિયાએ મિત્રને કહ્યું હતું- લગ્ન જે થવાના નથી સિયાની સ્નેપચેટ પર એક મિત્ર સાથે કરેલી વાતચીત વાયરલ થઈ હતી. તેમાં લખ્યું છે- આ લગ્ન થવાના નથી. 25 મેની ચેટમાં સિયા તેની એક મિત્ર પાસેથી લગ્નની ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડ માંગે છે. પરંતુ આ પછી લખેલો એક મેસેજ સૌથી વધુ ચર્ચામાં છે- 'લગ્નની ટિકિટ માટે આધાર કાર્ડ ફ્રન્ટ-બેક મોકલી દે, જે થવાના નથી પરંતુ તેમ છતાં મોકલી દે. કેતનના મર્ડર માટે સિયાએ રાજા રઘુવંશી કેસ વાંચ્યો પુણેના લોહગઢમાં કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સિયા ગોયલે ઘટના પહેલાં ઇન્ટરનેટ પર ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડની માહિતી એકઠી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સિયાએ ઇન્ટરનેટ પર એ પણ સર્ચ કર્યું હતું કે ‘શું પોલીસ કસ્ટડીમાં મહિલાઓ સાથે મારપીટ થાય છે’. આ સંપૂર્ણ માહિતી સિયાના બંને મોબાઇલની સર્ચ હિસ્ટ્રીમાંથી મળી. પોલીસ 2 દિવસ પહેલાં સિયાને તેના ઘરે લઈ ગઈ હતી, જ્યાં તેના બેડરૂમમાંથી બીજો મોબાઇલ પણ જપ્ત કર્યો છે. ઘટનાના દિવસના કેટલાક પ્રત્યક્ષદર્શીઓ પણ મળ્યા છે, જેમના નિવેદનો તપાસને વધુ મજબૂત કરી રહ્યા છે. સિયાએ મીડિયાને અશ્લીલ ઇશારો કર્યો… સિયાના પિતાએ કહ્યું- ઈજા બતાવી રહી હતી, અશ્લીલ ઈશારો નહોતો સિયા ગોયલના પિતાએ તે દાવાઓને નકારી કાઢ્યા છે કે તેણે મીડિયા તરફ કોઈ અશ્લીલ ઈશારો કર્યો હતો; તેમનું કહેવું છે કે વાયરલ વીડિયોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. તેમના મતે, કાનૂની ઔપચારિકતાઓ માટે પોલીસ જ્યારે સિયાને ઘરે લાવી રહી હતી, ત્યારે કારનો દરવાજો બંધ થવાથી તેની બે આંગળીઓ ઘાયલ થઈ ગઈ હતી અને તે ફક્ત પોતાનો ઘાયલ હાથ બતાવી રહી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે તે સમયે હાજર પોલીસકર્મીઓ દ્વારા આ ઇજાઓની પુષ્ટિ કરી શકાય છે. આ વિવાદ એક વાયરલ વીડિયોથી શરૂ થયો હતો જેમાં પોલીસ કસ્ટડીમાં લઈ જતી વખતે સિયા અપમાનજનક ઇશારો કરતી જોવા મળી હતી. સિયાએ કેતનના પિતાને કહ્યું- હિંમત રાખો, કેતન આપણને ઉપરથી જોઈ રહ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર, બીજા જ દિવસે સિયા કેતનના ઘરે પહોંચી અને તેના પિતાને સાંત્વના આપતા કહ્યું, ‘કેતન આપણને ઉપરથી જોઈ રહ્યો છે, હિંમત રાખો.’ તપાસમાં સામે આવ્યું કે 18 થી 23 જૂન સુધી બંને આરોપીઓ સામાન્ય જીવન જીવતા રહ્યા અને ધરપકડ પછી પણ તેમના ચહેરા પર પસ્તાવો દેખાયો નહીં. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે કેતનની હત્યામાં સાથ આપનાર બીજો આરોપી ચેતન ચૌધરી એક જ મોબાઈલમાં બે નંબરનો ઉપયોગ કરીને સિયા સાથે કોડ વર્ડમાં વાત કરતો હતો. પ્લાનિંગથી મર્ડર સુધી 19 દિવસમાં ઘટનાને અંજામ આપ્યો ----------------- આ સમાચાર પણ વાંચો… એ લગ્ન, જે થવાના જ નથી...:સિયા ગોયલની સિક્રેટ સ્નેપચેટ સામે આવી, કેતનની હત્યાના 24 દિવસ પહેલાં મિત્ર સાથે કરી હતી વાતચીત પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં આરોપી મંગેતર સિયાની સ્નેપચેટ પર એક મિત્ર સાથેની વાતચીત વાયરલ થઈ રહી છે, જેમાં લખ્યું છે- આ લગ્ન થવાના નથી. આ લાઈને કેતન હત્યાકાંડની તપાસમાં નવો વળાંક લાવી દીધો છે. જોકે પોલીસ આ ચેટની તપાસ કરી રહી છે. 25 મેની ચેટમાં સિયા પોતાની એક મિત્ર પાસેથી લગ્નની બુકિંગ માટે આધાર કાર્ડ માગે છે. પરંતુ આ પછી લખવામાં આવેલો એક મેસેજ સૌથી વધુ ચર્ચામાં છે- 'લગ્નની ટિકિટ માટે આધાર કાર્ડ ફ્રન્ટ-બેક મોકલી દે, જે થવાના નથી પણ તો પણ મોકલી દે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    કંગનાની 'ક્વીન 2' સામે 250 કરોડનો દાવો:ફેન્ટમ સ્ટુડિયોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, જિયો સ્ટુડિયોએ પરવાનગી વિના ફિલ્મ બનાવ્યાનો આરોપ
    Next Article
    સુરતમાં મેઘ તાંડવ વચ્ચે કાળનો કોપ:વરસાદના રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે કરંટ લાગવાથી, વીજળી પડવાથી અને ખાડામાં ડૂબી જવાથી 7 માસૂમ જિંદગીઓ હોમાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment