Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરોડાથી વિંઝોલ સુધી ખારીકટ કેનાલના બંને બાજુ થ્રી-લેન રોડ બનશે:વૃક્ષારોપણ અને જંક્શન ડેવલપમેન્ટ થશે, મેયર સહિતના પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું

    16 hours ago

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલનું મેયર હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે નિરિક્ષણ કર્યું હતું. નરોડાથી વિંઝોલ (વસ્ત્રાલ) સુધીના 12.7 કિલોમીટર લાંબા ખારીકટ કેનાલ કોરિડોરનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખારીકટ કેનાલના વિકાસ માટે અગાઉ મંજૂર કરવામાં આવેલી ડિઝાઇન મુજબ કેનાલના મધ્યભાગથી બંને તરફ 9.5 મીટર પહોળા માર્ગનું નિર્માણ, આ ઉપરાંત કેનાલની બંને ધાર પર 1.2 મીટર પહોળા ગ્રીન પેચ સાથે વૃક્ષારોપણ, 6 મીટર પહોળા સર્વિસ રોડ તેમજ ઉપલબ્ધ પહોળાઈને અનુરૂપ ફૂટપાથ બનાવવામાં આવશે. બંને તરફ ત્રણ લેન માર્ગ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કર્યા બાદ ખારીકટ કેનાલમાં 9.5 મીટર પહોળા માર્ગને વધુ વિસ્તૃત કરીને બંને તરફ ત્રણ લેન (Three-Lane) માર્ગ તરીકે વિકસાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ખારીકટ કેનાલ ઉપર આવેલા વિવિધ જંક્શનોનું ટ્રાફિકની જરૂરિયાત અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેવલોપમેન્ટ કરવામાં આવશે જેથી ખારીકટ કેનાલ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે નહી. ખારીકટ કેનાલને આધુનિક શહેરી માળખા સાથે વિકસાવાશે ભાજપના પદાધિકારીઓ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને વિકાસ કામગીરી ઝડપથી આગળ વધારવા તેમજ ખારીકટ કેનાલને આધુનિક શહેરી માળખા સાથે હરિયાળા અને સુવ્યવસ્થિત કોરિડોર તરીકે વિકસાવવા આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ ખારીકટ કેનાલ વિસ્તારની માર્ગ સુવિધા, ટ્રાફિક વ્યવસ્થાપન અને શહેરી સૌંદર્યમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ બેંક ચૂંટણી, મતગણતરી હોબાળા બાદ ફરી શરૂ:પ્રગતિશીલ, પરિવર્તન પેનલ સહિત 35 ઉમેદવારનું ભવિષ્ય નક્કી થશે
    Next Article
    Afghanistan Pacer Shapoor Zadran Dies Day Before 39th Birthday, Report Says He Was Battling Rare Immune Disorder

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment