Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબરા પાણકવા રેન્જમાં દીપડાનું રેસ્ક્યૂ:વન વિભાગે પાંજરું ગોઠવી પકડ્યો, વાડી વિસ્તારમાં આતંક મચાવ્યો હતો

    11 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના સતત આંટાફેરા જોવા મળી રહ્યા હતા. ખાસ કરીને માંગરોળની બાબરા પાણકવા રેન્જમાં દીપડાનો ભારે આંતક જોવા મળતો હતો, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ખેતરોમાં કામ કરવા જતાં ખેડૂતો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા, કારણ કે વાડી વિસ્તારમાં દીપડાની હાજરીને કારણે અવાર-નવાર માલઢોર કે અન્ય જાન-માલનું જોખમ રહેતું હતું. વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડ્યો ​સ્થાનિક લોકોની રજૂઆતને પગલે વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે વન વિભાગના અધિકારીઓ દ્વારા ખેતરની આસપાસના વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની આ સક્રિય કામગીરી અને યોગ્ય આયોજનને પરિણામે, દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી, જેનાથી ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. દીપડાનું રેસ્કયુ થતાં સ્થાનિકોને રાહત ​જે દીપડો પાંજરે પુરાયો છે તે આશરે પાંચથી નવ વર્ષની ઉંમરનો નર દીપડો છે. આ દીપડો પકડાતાં સ્થાનિક ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે લાંબા સમયથી ચાલી આવતા દીપડાના આંતકમાંથી તેમને મુક્તિ મળી છે. હાલ આ દીપડાને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યા બાદ વધુ સારવાર અને નિરીક્ષણ માટે તેને સિમાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ હવે સ્થાનિક લોકોમાં શાંતિ પ્રસરી છે અને ખેડૂતો નિર્ભય બનીને ફરી પોતાની ખેતીવાડીના કામમાં લાગી શકશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીનો ઇન્ડોનેશિયાથી ચીનને કડક સંદેશ:કહ્યું- ભારત સ્વતંત્ર ઇન્ડો-પેસિફિકનો સમર્થક છે; ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બોલ્યા- હું મોદીનું કરિયર કોપી કરું છું
    Next Article
    સુરત શહેરમાં 8 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર:ST બસ વ્યવહાર ખોરવાયો, NDRF-SDRF તૈનાત; ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment