Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળ જળબંબોળ વચ્ચે તંત્ર લાગ્યુંકામે:માંગરોળમાં ભારે વરસાદ બાદ સોસાયટીઓમાંથી પાણી ઉતર્યા; વન વિભાગ અને વહીવટી તંત્રની ભારે જહેમત બાદ લોકોએ લીધો રાહતનો શ્વાસ

    15 hours ago

    ​સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસાની સીઝન જામી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. માંગરોળ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર ની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે માંગરોળની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા, લોકોના ઘરની ઘરવખરી પલળી ગઈ હતી તો વાહનો પણ ડૂબ્યા હતા ત્યારે હવે વરસાદી વિરામ બાદલ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. માંગરોળના મામલતદાર વી. ડી. મોરીએ જણાવ્યું છે કે, આ ચોમાસા દરમિયાન સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ માંગરોળ તાલુકામાં નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. માંગરોળમાં જેવો વરસાદી પાણી ભરાવવાનો શરૂ થયો, તે સાથે જ સ્થાનિક જનતા દ્વારા તંત્રના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ફરિયાદોનો ધોધ વછૂટ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. ​પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે માંગરોળ મામલતદાર કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરીને તાકીદે વોટર સક્શન પંપની માંગણી કરવામાં આવી હતી. કલેક્ટરે પરિસ્થિતિની ગંભીરતા સમજીને વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે જૂનાગઢથી ત્રણ અત્યાધુનિક વોટર સક્શન પંપ માંગરોળ ખાતે રવાના કરી આપ્યા હતા. ત્યારબાદ બચાવ રાહતની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે કેશોદથી પણ વધારાના બે વોટર સક્શન પંપ મંગાવવામાં આવ્યા હતા. આમ, કુલ પાંચ મોટા વોટર સક્શન પંપ દ્વારા પાણી નિકાલની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ​છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન 24 કલાક સતત આ પાંચેય પંપો દ્વારા પાણી ખેંચવાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી હતી. ખાસ કરીને માંગરોળ બંદર વિસ્તારમાં આવેલી સાગર સોસાયટીમાં પાણી ભરાવાની મોટી સમસ્યા હતી, ત્યાં 18 ફૂટથી પણ લાંબી પાઇપો લંબાવીને 50 થી વધુ કર્મચારીઓની ટીમ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી પાણી ઉલેચવાની પ્રોસેસ સતત ચાલુ રાખવામાં આવી હતી. આ ઉપરાંત, ભવિષ્યમાં પણ પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે બંદર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણીના ઝડપી નિકાલ માટે ખાસ ત્રણથી ચાર બોર પણ કરવામાં આવ્યા છે. ​અતિભારે વરસાદના કારણે માંગરોળની જનતાને ત્રણથી ચાર દિવસ સુધી ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આ આપત્તિના સમયે સ્થાનિક વહીવટી તંત્ર જનતાની પડખે સતત ચાર દિવસ સુધી ખડેપગે ઊભું રહ્યું હતું. આ બચાવ કામગીરી પર માનનીય કલેક્ટર, અધિક કલેક્ટર તેમજ સ્થાનિક પ્રાંત અધિકારી દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી અને કામગીરીનો રિવ્યુ લેવામાં આવી રહ્યો હતો. હાલના તાજા રિપોર્ટ અનુસાર, માંગરોળની તમામ સોસાયટીઓમાંથી પૂરના પાણી સંપૂર્ણપણે ઉતરી ગયા છે અને લોકોએ મોટી રાહત અનુભવી છે. મામલતદાર વી. ડી. મોરીએ જનતાને આશ્વાસન આપતા ઉમેર્યું છે કે, હાલ માંગરોળના રહેણાંક વિસ્તારો કે ઘરોમાં ક્યાંય પણ પાણી ભરાયેલા નથી અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે…
    Click here to Read More
    Previous Article
    વરસાદી સ્થિતિની સમીક્ષા માટે મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠક:મંત્રી કૌશિક વેકરીયા અને જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે કરી સમીક્ષા, અધિકારીઓને એલર્ટ રહેવા તાકીદ
    Next Article
    FMGE June 2026 exam results released at natboard.edu.in; 5,086 students qualified

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment