Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદી સ્થિતિની સમીક્ષા માટે મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠક:મંત્રી કૌશિક વેકરીયા અને જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે કરી સમીક્ષા, અધિકારીઓને એલર્ટ રહેવા તાકીદ

    14 hours ago

    રાહત, બચાવ અને જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના, ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તથા ઊર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ અંતર્ગત ભાવનગર જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર જિલ્લાના વરસાદની વર્તમાન સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ, નદી-નાળાઓના જળસ્તર, ડેમોમાં પાણીની આવક, સંભવિત જોખમી વિસ્તારો તેમજ જિલ્લામાં કરવામાં આવેલી રાહત અને બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે, જિલ્લા કંટ્રોલ રૂમમાં મળતી ફરિયાદોનો ત્વરિત નિકાલ થાય, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો સજ્જ રહે તેમજ ડેમોમાં પાણીની આવકને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબ પાણી છોડવાની સ્થિતિ સર્જાય તો તેની પૂર્વ તૈયારી અને નદીકાંઠાના ગામોને સમયસર એલર્ટ કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, માનવમૃત્યુ, માનવ ઈજા તથા પશુ જાનહાનિના કિસ્સામાં પાત્ર લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવાની પણ સૂચના આપવામાં આવી હતી, બેઠકમાં ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ડો.નરેન્દ્રકુમાર મીનાએ ભાવનગર શહેરની અને નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણીએ ભાવનગર જિલ્લાના વરસાદની સ્થિતિમાં હાથ ધરાયેલી કામગીરી અંગે મંત્રીઓને માહિતી આપી હતી. કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ જિલ્લાના સ્થાનિક ધારાસભ્યઓ અને પદાધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    રામનાથ મંદિરને ગાંડીવેલ અને કચરામુક્ત કરાશે:રાજકોટ મનપાએ આજીનદીમાં એકપણ રૂપિયાનાં ખર્ચ વિના અત્યાધુનિક ટ્રેશ બેરિયર લગાવ્યા, મંદિર પાસે ગાંડીવેલ અને કચરો પણ નહીં થવાનો દાવો
    Next Article
    માંગરોળ જળબંબોળ વચ્ચે તંત્ર લાગ્યુંકામે:માંગરોળમાં ભારે વરસાદ બાદ સોસાયટીઓમાંથી પાણી ઉતર્યા; વન વિભાગ અને વહીવટી તંત્રની ભારે જહેમત બાદ લોકોએ લીધો રાહતનો શ્વાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment