Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી તબાહી:પહાડ પરથી પડેલાં પથ્થરો અને માટીથી ઘર-દુકાનો કાટમાળમાં ફેરવાયા, એમપીમાં ક્રેન-જેસીબી નદીમાં તણાયું

    16 hours ago

    જમ્મુ-કાશ્મીરના ડોડાના ઉપલા વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું. પહાડો પરથી પથ્થરો અને કાટમાળ પડવાને કારણે ઘરો અને દુકાનોને નુકસાન થયું છે. રસ્તાઓ પર અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં લગભગ 15 ઇંચ (380 મિમી) વરસાદ નોંધાયો છે. IMD એ મંગળવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈની તમામ સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નાસિકમાં પણ આજે તમામ શાળાઓ અને કોલેજો બંધ છે. ત્ર્યંબકેશ્વર મંદિર અને મહારાષ્ટ્રના સાડા ત્રણ શક્તિપીઠોમાં સામેલ સપ્તશ્રૃંગી મંદિર પણ આજે શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. જ્યારે, મધ્ય પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 35 થી વધુ જિલ્લાઓમાં વરસાદ થયો. ખજુરાહોમાં સૌથી વધુ 4.4 ઇંચ વરસાદ નોંધાયો. બમીઠામાં નેશનલ હાઈવે-39 પર 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. બાલાઘાટમાં મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલી વાઘ નદીમાં પૂર આવતા કિરણપુર-લાંજી માર્ગ પર પુલ નિર્માણમાં લાગેલી કાર, જેસીબી અને લોડર તેજ પ્રવાહમાં તણાઈ ગયા. ડોડામાં વાદળ ફાટ્યા બાદ રહેણાંક વિસ્તારોમાં તબાહી મુંબઈમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર મુંબઈ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે નીચે મુજબની ટ્રેન સેવાઓ રદ/માર્ગ પરિવર્તિત કરવામાં આવી છે. આજ રોજ રદ થયેલી ટ્રેનો: * 19016 પોરબંદર–દાદર એક્સપ્રેસ – રદ * 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ – રદ * 12941 ભાવનગર ટર્મિનસ–આસનસોલ એક્સપ્રેસ – રદ દેશભરમાંથી હવામાનની 7 તસવીરો… દેશભરના હવામાન સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ચીનનો નવો 'મિસાઈલ મેસેજ':પરમાણુ સબમરીનમાંથી બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ, હિન્દ મહાસાગરમાં ચીનની હાજરી સતત વધી રહી છે
    Next Article
    એસ.ટી. વિભાગની કડક કાર્યવાહી:બસો અને બસ સ્ટેશનમાં ગંદકી કરનાર 240 મુસાફરો પાસેથી રૂ.3530 નો દંડ વસૂલાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment