Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપોષિત દાહોદ અંતર્ગત પ્રોગ્રામ ઓફિસરે આંગણવાડી કાર્યકરો સાથે બેઠક યોજી:ઓફિસર સુધીર જોષીએ સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય તે અંગે સૂચના આપી

    1 day ago

    દાહોદ તાલુકા પંચાયત ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુધીર જોષીના અધ્યક્ષસ્થાને દાહોદ ઘટક-2ના આંગણવાડી કાર્યકરોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહિલા અને બાળ વિકાસની વિવિધ સરકારી યોજનાઓનો લાભ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવા અને કામગીરીમાં બેદરકારી નહીં ચલાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની સૂચનાઓને અનુસરીને આ બેઠક યોજાઈ હતી. કાર્યકરોને તાકીદ કરવામાં આવી હતી કે સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય અને તેનો મહત્તમ લાભ જરૂરિયાતમંદોને મળે તે સુનિશ્ચિત કરવામાં આવે. બેઠક દરમિયાન 'સુપોષિત દાહોદ પ્રોજેક્ટ' હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. પ્રોજેક્ટની સફળતા માટે પોષણ સંગમ સ્ટોક જાળવણી, પૂર્ણ પોર્ટલ પર એન્ટ્રી, FRS દ્વારા THR એન્ટ્રી, ફેસ કેપ્ચર અને Avt હેડ કાઉન્ટ જેવી ટેકનિકલ પ્રક્રિયાઓ સમયસર અને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. આંગણવાડી કેન્દ્રો પર આવતા બાળકોને ગુણવત્તાયુક્ત, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે બાબતને પ્રાથમિકતા આપવા માટે તમામ કાર્યકરોને કડક સૂચના આપવામાં આવી હતી. સુધીર જોષીએ બાળકોની સમયસર હાજરી સુનિશ્ચિત કરવા અને તેમને પૌષ્ટિક આહારની સાથે રમત-ગમત અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો પાયો મળે તે જોવાની જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે આંગણવાડીના માધ્યમથી બાળકોમાં રહેલા કુપોષણને દૂર કરવા તંત્ર પ્રતિબદ્ધ છે. આ કાર્યમાં કોઈપણ પ્રકારની શિથિલતા કે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. જે કાર્યકરો કામગીરીમાં લાપરવાહી દાખવશે, તેમની સામે મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ મુજબ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ આયોજનનો મુખ્ય હેતુ જિલ્લામાં બાળ આરોગ્ય અને પોષણના માપદંડોને સુધારવાનો છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આંગણવાડી કાર્યકરોની ભૂમિકા અત્યંત મહત્વની છે. બેઠકમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી, જિલ્લા કોર્ડીનેટર સહિત દાહોદ ઘટક-2ના મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ કાર્યકરોને નિર્ધારિત લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા પ્રોત્સાહિત કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 7 ઈંચથી જળબંબાકાર, NDRF-SDRFની ટીમો તૈનાત:ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર, સમુદ્ર જેવા દૃશ્યો; વલસાડમાં ખાડીના તેજ પ્રવાહમાં યુવક તણાયો
    Next Article
    ઉત્તર ગુજરાતને નવી રેલસેવાની ભેટ મળશે:કટોસણ રોડ–રણુજ બ્રોડગેજ પર મુસાફર ટ્રેન શરૂ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં, 8થી 10 જુલાઈ CRS સુરક્ષા નિરીક્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment