Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર ગુજરાતને નવી રેલસેવાની ભેટ મળશે:કટોસણ રોડ–રણુજ બ્રોડગેજ પર મુસાફર ટ્રેન શરૂ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં, 8થી 10 જુલાઈ CRS સુરક્ષા નિરીક્ષણ

    1 day ago

    ઉત્તર ગુજરાતના વિકાસમાં વધુ એક ઐતિહાસિક સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. મહેસાણા લોકસભાના લોકપ્રિય સાંસદ હરિભાઈ પટેલના સતત અનુસરણ, રજૂઆતો અને પ્રયત્નોના પરિણામે કટોસણ રોડ–રણુજ બ્રોડગેજ રેલખંડ પર મુસાફર ટ્રેન સેવા શરૂ કરવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 520 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા બહુચરાજી–રણુજ બ્રોડગેજ રેલખંડનો સમાવેશ 25 ઓગસ્ટ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન રૂ. 1,400 કરોડથી વધુની વિવિધ રેલવે વિકાસ યોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી હતી, જેમાં અંદાજે 40 કિલોમીટર લાંબા અને રૂ. 520 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા બહુચરાજી–રણુજ બ્રોડગેજ રેલખંડનો પણ સમાવેશ થતો હતો. આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાં રેલ કનેક્ટિવિટી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે 8થી 10 જુલાઈ (63 કિમી) રેલખંડ પર CRS સુરક્ષા નિરીક્ષણ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 8, 9 અને 10 જુલાઈ, 2026 દરમિયાન કટોસણ રોડ–રણુજ (63 કિમી) રેલખંડ પર કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા સુરક્ષા નિરીક્ષણ હાથ ધરવામાં આવશે. આ નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આ માર્ગ પર મુસાફર ટ્રેનો દોડાવવાનો માર્ગ સંપૂર્ણપણે મોકળો બનશે. નિરીક્ષણ કાર્યક્રમ મુજબ 8 અને 9 જુલાઈએ મોટર ટ્રોલી દ્વારા સમગ્ર રેલખંડનું તકનિકી નિરીક્ષણ કરવામાં આવશે, જ્યારે 10 જુલાઈએ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એન્જિન સ્પીડ ટ્રાયલ યોજાશે. આ પરીક્ષણ ભારતીય રેલવેના સુરક્ષા ધોરણો મુજબ અત્યંત મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે. મહેસાણા અને પાટણ જિલ્લાના અનેક ગામોને સીધો લાભ સાંસદ હરિભાઈ પટેલે આ રેલ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે રેલવે મંત્રાલય, પશ્ચિમ રેલવે અને અમદાવાદ મંડળના અધિકારીઓ સાથે સતત સંકલન જાળવી રાખ્યું હતું. આ રેલખંડ શરૂ થતાં બહુચરાજી, ખાંભેલ, ચાણસ્મા, રણુજ તેમજ મહેસાણા અને પાટણ જિલ્લાના અનેક ગામોને સીધો લાભ મળશે. વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ, ખેડૂતો અને રોજિંદા મુસાફરો માટે મુસાફરી વધુ ઝડપી, સુરક્ષિત અને કિફાયતી બનશે. સાથે જ વિશ્વવિખ્યાત બહુચરાજી માતાજીના દર્શન માટે આવતા લાખો શ્રદ્ધાળુઓને પણ વિશેષ સુવિધા મળશે. સમગ્ર વિસ્તારની આર્થિક પ્રવૃત્તિઓને નવી દિશા મળશે આ પ્રોજેક્ટ માત્ર પરિવહન પૂરતો મર્યાદિત નથી, પરંતુ ઉત્તર ગુજરાતના કૃષિ, વેપાર, લઘુ ઉદ્યોગ અને રોજગારીના વિકાસને પણ નવી ગતિ આપશે. ખેડૂતોને તેમના ઉત્પાદનો મોટા બજારો સુધી સરળતાથી પહોંચાડવાની તક મળશે, વેપાર વધશે અને સમગ્ર વિસ્તારની આર્થિક પ્રવૃત્તિઓને નવી દિશા મળશે. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અને PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત વિકસાવવામાં આવેલો આ પ્રોજેક્ટ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં અને વિસ્તારના સર્વાંગી વિકાસમાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે. CRS નિરીક્ષણ પૂર્ણ થયા બાદ મુસાફર ટ્રેન સેવા શરૂ થશે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું છે કે, હાલમાં આ માર્ગ પર માલગાડીઓનું સંચાલન થઈ રહ્યું છે. CRS નિરીક્ષણ પૂર્ણ થયા બાદ મુસાફર ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે, જેથી ઉત્તર ગુજરાતના લોકોને આધુનિક, સુરક્ષિત અને આરામદાયક રેલસેવાનો લાભ મળી રહેશે. ટૂંક સમયમાં ટ્રેનના પૈડાં આ માર્ગ પર દોડશે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે, "ઉત્તર ગુજરાતના લોકોની લાંબા સમયથી રહેલી રેલવે સંબંધિત માંગ હવે પૂર્ણ થવા જઈ રહી છે. મુસાફર ટ્રેન સેવા શરૂ થતાં વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે અને લોકોનું જીવન વધુ સરળ બનશે." ઉત્તર ગુજરાતના વિકાસ માટે આ રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ટ્રેનના પૈડાં આ માર્ગ પર દોડતા જોવા મળશે અને ઉત્તર ગુજરાત વિકાસના નવા યુગમાં પ્રવેશ કરશે
    Click here to Read More
    Previous Article
    સુપોષિત દાહોદ અંતર્ગત પ્રોગ્રામ ઓફિસરે આંગણવાડી કાર્યકરો સાથે બેઠક યોજી:ઓફિસર સુધીર જોષીએ સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય તે અંગે સૂચના આપી
    Next Article
    મોરબીમાં પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો:ત્રણ માસથી નાસતા હિતેષ ઉર્ફે ટકો મુંધવારની ત્રાજપર ચોકડી પાસેથી ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment