Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાના ત્રણ તાલુકામાં એક કલાકમાં બે-બે ઇંચ ધોધમાર વરસાદ:હિંમતનગરમાં રસ્તાઓ જળબંબાકાર, વાહનવ્યવહાર પ્રભાવિત; તલોદ અને પ્રાંતિજમાં પણ નીચાણમાં પાણી ભરાયા

    22 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. માત્ર એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શહેરના ખેડ તસીયા રોડ પર ભૂવો પડતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પોશ વિસ્તારના રસ્તાઓ પર પણ ભૂવા પડ્યા હતા, જેનાથી વાહનચાલકોને મુશ્કેલી પડી. બેરણા રોડ પર પણ અનેક સ્થળોએ ભૂવા પડ્યા હતા, જેમાં કેટલાક વાહનો ફસાઈ ગયા હતા. હિંમતનગર બાયપાસ રોડ પરના હાથમતી પુલ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ટાવરચોક, છોટાલાલ શાહ માર્ગ, નવી પાલિકા વિસ્તાર અને જિલ્લા સેવા સદન વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા, જેનાથી લોકો અને વેપારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી. જિલ્લા જેલ આગળનો રોડ, બેરણા રોડ, ગાયત્રી મંદિર રોડ અને સહકારી જિન વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવતાં ડ્રેનેજ વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદ કલેકટરની જલ જીવન, સ્વચ્છ ભારત મિશનની સમીક્ષા:યોજનાઓની અમલીકરણ ઝડપી બનાવવા અધિકારીઓને કડક સૂચના અપાઈ
    Next Article
    Infantino Reacts After Racist Remarks Against France Skipper Mbappe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment