Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ કલેકટરની જલ જીવન, સ્વચ્છ ભારત મિશનની સમીક્ષા:યોજનાઓની અમલીકરણ ઝડપી બનાવવા અધિકારીઓને કડક સૂચના અપાઈ

    23 hours ago

    દાહોદ કલેકટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSM) ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલતી યોજનાઓની કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પ્રારંભે, યુનિટ મેનેજરે પ્રેઝન્ટેશન દ્વારા જલ જીવન મિશન હેઠળ થયેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. ગ્રામ્ય સ્તરે પાણી પુરવઠા યોજનાઓની વર્તમાન સ્થિતિ, ઓપરેટરોની જરૂરિયાત અને જર્જરિત પાણીની ટાંકીઓના સમારકામ અંગે ગંભીર ચર્ચાઓ થઈ હતી. જલ સેવા આંકલનનું પણ વિસ્તૃત વિશ્લેષણ કરાયું, જેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાનો છે. ત્યારબાદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશનની કામગીરી અંગે વિગતો રજૂ કરવામાં આવી. સીટીઝન એપ્લિકેશન દ્વારા વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે મળેલી અરજીઓનું આંકડાકીય વિશ્લેષણ કરાયું. ચાલુ વર્ષે મંજૂર થયેલા કામો અને ખર્ચની વિગતો ધ્યાને લેતા, આ કામગીરીને વધુ ગતિ આપવા પર ભાર મૂકવામાં આવ્યો. કલેકટર સુરભી ગૌતમે બંને મિશનની કામગીરીને પ્રાથમિકતાના ધોરણે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી. તેમણે પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત ફરિયાદોનો હેલ્પલાઇન નંબર દ્વારા ઝડપથી નિકાલ લાવવા નિર્દેશ કર્યો. નવા બોરવેલ અને હેન્ડપંપ માટેની અરજીઓ પર ત્વરિત અમલીકરણ માટે પાણી પુરવઠા યાંત્રિક વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. કલેકટરે વહીવટી સ્તરે કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી, જેથી જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે મળી રહે. આ બેઠક વહીવટી પારદર્શિતા અને જનસુવિધાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    કેરળના વાયનાડમાં ભૂસ્ખલન, એકનું મોત, અનેક દટાયા:ટનલ કન્સ્ટ્રક્શનનો કાટમાળ રસ્તા પર આવ્યો; 2024માં અહીં 400નાં મોત થયા હતા
    Next Article
    સાબરકાંઠાના ત્રણ તાલુકામાં એક કલાકમાં બે-બે ઇંચ ધોધમાર વરસાદ:હિંમતનગરમાં રસ્તાઓ જળબંબાકાર, વાહનવ્યવહાર પ્રભાવિત; તલોદ અને પ્રાંતિજમાં પણ નીચાણમાં પાણી ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment