Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભાણામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં:સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી, પોલીસ ફરિયાદ નોંધાઈ

    2 days ago

    હારીજ તાલુકાના કુંભાણા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 74,000ની મત્તાની ચોરી કરી છે. આ ઘટનામાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ચોરી થયેલી મિલકતમાં આશરે એક તોલાનું રૂ. 35,000નું સોનાનું કડું, 600 ગ્રામ વજનનો રૂ. 25,000નો ચાંદીનો કંદરો, 150 ગ્રામ વજનનો રૂ. 5,000નો ચાંદીનો ઝુડો અને રૂ. 9,000ની રોકડ રકમનો સમાવેશ થાય છે. કુલ રૂ. 74,000ની મત્તા ચોરાઈ હોવાનું જાણવા મળ્યું છે. કુંભાણા ગામના રહેવાસી અને માટીકામનો વ્યવસાય કરતા 65 વર્ષીય ગોવર્ધન કાનજી પ્રજાપતી ગત 12 જૂન, 2026ના રોજ સવારે 8:30 વાગ્યે પોતાની પત્ની રૂપાબેન સાથે અનાવાડા ખાતે માટલા લેવા ગયા હતા. મોડું થતાં તેઓ ભત્રીજીના ઘરે રાત્રિ રોકાણ માટે રોકાયા હતા. બીજા દિવસે, 13 જૂન, 2026ના રોજ સવારે 9:00 વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરની પાછળની કાંટાની વાડ હટાવેલી જોવા મળી હતી. ઘરના ઓસરીમાં આવેલા બે રૂમ પૈકી જમણી બાજુના રૂમનું તાળું તૂટેલું હતું. તપાસ કરતાં કબાટમાંથી ઉપરોક્ત દાગીના અને રોકડ રકમ ગાયબ જણાઈ હતી. આ બનાવ અંગે ગોવર્ધન પ્રજાપતીએ હારીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 અને બી.એન.એસ.ની કલમ 305(a), 331(3), 331(4) હેઠળ ગુનો નોંધાવ્યો છે. એ.એસ.આઈ. હિતેશ જયંતીભાઈએ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખા દેસાઈને સોંપી છે. ફરિયાદીએ ચોરાયેલા દાગીનાના બિલ શોધવા માટે પોતાના દીકરા પાસે સુરત ગયા હતા અને દાગીનાની શોધખોળ પણ કરી હતી. જોકે, બિલ ન મળતા અને દાગીનાનો પત્તો ન લાગતા આખરે 6 જુલાઈ, 2026ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગર જેલમાં 4 કેદીઓ ગેરકાયદે મોબાઇલ વાપરતા પકડાયા:સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ એનાલિસિસથી ઓળખી ધરપકડ કરી
    Next Article
    Maharashtra moves to close dance bar licence loophole

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment