Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાયા:બે દિવસ થયા છતાં કોઈ નિકાલ નહી, વિદ્યાર્થીનીએ કહ્યું-મચ્છર ખૂબ થઈ જતા ઇન્ફેક્શન થવાની શક્યતા વધી

    1 day ago

    ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલ બહાર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર ગંભીર બની છે. હજુ તો અમદાવાદમાં સામાન્ય વરસાદ જ પડ્યો છે, ત્યાં સમરસ ગર્લ્સ હોસ્ટલમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાના પ્રથમ જ વરસાદ બાદ હોસ્ટેલ તરફ જતો મુખ્ય માર્ગ 1થી 1.5 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બે દિવસ થયા છતાં પાણીનો નિકાલ ન આવતા વિદ્યાર્થીનીઓને પાણીમાંથી પસાર થવું પડે છે, તો કેટલીક વિદ્યાર્થીનીઓને ફરીને ફરીને કોલેજ જવું પડે છે. તેમજ પાણી ભરવાના કારણે વિદ્યાર્થીનીઓને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે. પાણી ભરાવાની સમસ્યાના કારણે વિદ્યાર્થીનીઓ પરેશાન દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં જ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ભરવાની સમસ્યા સામે આવી છે. હજુ તો ચોમાસાએ દસ્તક લીધી છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાના કારણે વિદ્યાર્થીનીઓ પરેશાન થઈ રહી છે. સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને વરસાદી પાણી ભરવાના કારણે પાણીમાં ચાલીને જવું પડે છે. ડ્રેનેજ લાઈનનો અભાવ, દર વર્ષે આ જ સમસ્યા દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, છતાં યુનિવર્સિટી તંત્ર અને સંબંધિત વિભાગો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. દર વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો કરી અવાજ ઉઠાવવામાં આવે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ ફરી એ જ સમસ્યા સામે આવી જાય છે. પાણી ભરાવાની સમસ્યાનો ઝડપથી નિકાલ લાવવા માગ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનનો અભાવ, જૂની ડ્રેનેજ વ્યવસ્થાની ઓછી ક્ષમતા હોવાથી વરસાદી પાણી ભરાવાની ઘટના સામે આવતી હોય છે. બે દિવસ થયા છતાં હજુ સુધી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોનું જોખમ વધી જાય છે. જેથી વિદ્યાર્થીનીઓએ પાણી ભરાવાની સમસ્યાનો ઝડપથી નિકાલ લાવવા માગ કરી છે. 'મચ્છર ખૂબ થઈ જતા ઇન્ફેક્શન થવાની શક્યતા વધી' વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાથી ખૂબ તકલીફ પડી રહી છે. તેમજ ઇન્ફેક્શન થવાની શક્યતા પણ વધી જાય છે. તેમજ મચ્છર પણ ખૂબ જ થઈ રહ્યા છે. અંદર પણ એટલું જ પાણી ભરાય છે તેના કારણે અવર-જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. કોલેજ જવા માટે નીકળીએ ત્યારે પાણીમાંથી પસાર થવું પડે છે. તેમજ અમારે ફરજિયાત બુટ પહેરવાના હોય છે. જેથી પાણીમાંથી નીકળવાનું હોવાથી બુટ પણ પહેરી શકતા નથી જેથી કોલેજમાં પણ મુશ્કેલી પડે છે. જ્યારે વરસાદ પડે તેના પહેલા જ કોઈ વ્યવસ્થા કરે તો સારું છે. કારણ કે દર વર્ષે આ પ્રકારે પાણી ભરાવાના કારણે મુશ્કેલી પડે છે. જેથી કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે.
    Click here to Read More
    Previous Article
    બાતમીદારે કહ્યું- એ ગુમ નથી થઇ, હત્યા થઇ છે:જેને દુનિયા અકસ્માત માનતી હતી તેની હકીકત કંઇક જુદી જ નીકળી, લગ્નના 4 મહિનામાં શું બની ગયું?
    Next Article
    CWDC દ્વારા ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો:એમ.બી. પટેલ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment