Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનું સન્માન:રામનવમી શોભાયાત્રા સમિતિ દ્વારા સિધ્ધનાથ મહાદેવ ખાતે કાર્યક્રમ

    1 day ago

    પાટણમાં રામનવમી શોભાયાત્રા સમિતિ ટ્રસ્ટ અને શોભાયાત્રા સમિતિ પાટણ દ્વારા નગરપાલિકાના નવા ચૂંટાયેલા 44 સદસ્યોનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ શહેરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ શ્રી સિધ્ધનાથ મહાદેવ અને દશામાતા શક્તિપીઠ ખાતે ગત સાંજે યોજવામાં આવ્યો હતો. સદસ્યોને શાલ અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવલ અને અગ્રણી નેતા કિર્તીભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સમિતિ દ્વારા સ્વાગત કરાયું હતું. રામનવમી શોભાયાત્રા સમિતિના હોદ્દેદારો અને સભ્યો, જેમાં કેયુરભાઈ વ્યાસ અને જનકભાઈ વ્યાસનો સમાવેશ થાય છે, તેઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દશામાં શક્તિપીઠના સેવક અતુલભાઇ રાવલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ સન્માન ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાટણ શહેરના વિકાસકાર્યોને વેગ આપશે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે તેવી આશા સાથે કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે દશામાં શક્તિપીઠ ખાતે મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અગ્રણી નાગરિકો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં બંધ જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી:મોટી દુર્ઘટના ટળી; સટ્ટા બજારનો માર્ગ કાટમાળથી બંધ થતાં પાલિકાએ સફાઈ કરી
    Next Article
    મહેસાણા-અમદાવાદ હાઈવે પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:2000થી વધુ બોટલ જપ્ત,14 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ; બુટલેગર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment