Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા-અમદાવાદ હાઈવે પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:2000થી વધુ બોટલ જપ્ત,14 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ; બુટલેગર ફરાર

    1 day ago

    કલોલ તાલુકા પોલીસે પૂર્વ બાતમીના આધારે મહેસાણા-અમદાવાદ હાઈવે પર ઇફ્કો ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી એક શંકાસ્પદ કારને ફિલ્મી ઢબે કોર્ડન કરી રૂ 4.82 લાખની કિંમતના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ડ્રાઈવરને દબોચી લઇ 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કિયા સેલ્ટોસમાં દારૂ ભરીને અમદાવાદ જતી હોવાની બાતમી મળી કલોલ તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. જે. ગઢવી પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે મહેસાણા તરફથી એક સફેદ કલરની કિયા સેલ્ટોસ કારમાં વગર પાસ-પરમિટનો વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીને પગલે પોલીસે અમૃત કટ પાસે વોચ ગોઠવી હતી.અને શંકાસ્પદ કારને જોઈને તેનો ફિલ્મી પીછો કરી ઇફ્કો કટ ખાતે સર્વિસ રોડ પર કોર્ડન કરી ઉભી રખાવી હતી. બુટલેગર ફરાર, દારૂના જથ્થા સાથે કારનો ડ્રાઈવર ઝડપાયો જોકે પોલીસને જોઈને કારનો દરવાજો ખોલીને એક બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો.જ્યારે કારના ડ્રાઈવર પાંચારામ દેવરામ સુથાર (રહે.રાજસ્થાન) ને ઝડપી લીધો હતો.બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા કુલ 2112 નંગ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કાર પર લાગેલી નંબર પ્લેટ ખોટી હોવાનું પણ સામે આવ્યું છે. 4.82 લાખની કિંમતનો દારૂ સહિત કૂલ રૂ.14 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત આ અંગે ડ્રાઈવરે કબૂલાત કરી હતી કે આ દારૂ સાંચોરના એક ઈસમે ભરી આપ્યો હતો અને તેની પોતાની સ્વીફ્ટ ગાડીમાં આગળ રહીને આ કારનું પાઈલોટિંગ કરી રહ્યો હતો. જેના પગલે પોલીસે 4.82 લાખની કિંમતનો દારૂ સહિત કૂલ રૂ.14 લાખથી વધુના મુદ્દામાલ સાથે ડ્રાયવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનું સન્માન:રામનવમી શોભાયાત્રા સમિતિ દ્વારા સિધ્ધનાથ મહાદેવ ખાતે કાર્યક્રમ
    Next Article
    ભાવનગરમાં મોડીરાત્રે ઘોઘમાર વરસાદ, ઘોઘામાં 6 ઈંચ:સિહોર અને ભાવનગર 4.5 ઈંચ, શહેરના રોડ પર પાણી ભરાયા; વાહનચાલકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment