Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્સ પત્નીએ પતિને ડ્રિપમાં ટોયલેટ ક્લીનર નાખીને મારી નાખ્યો:પહેલાં દારુ પીવડાવી છત પરથી ધક્કો માર્યો, તે વખતે બચી ગયો; એકસ્ટ્રા મેરિટલ અફેરમાં પ્રેમી સાથે મળીને કાવતરું રચ્યું

    1 day ago

    તેલંગાણામાં એક નર્સે તેના પ્રેમી સાથે મળીને 35 વર્ષના પતિની હત્યા કરી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ 30 જૂને પતિને છત પરથી ધક્કો મારીને મારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તે બચી ગયો, ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેની નસમાં લાગેલી ડ્રિપમાં ટોયલેટ ક્લીનર ઇન્જેક્ટ કરી દીધું, જેના કારણે તેનું મૃત્યુ થયું. પોલીસે આ મામલે આરોપી મહિલા 32 વર્ષની સંધ્યા, તેના પ્રેમી અનિલ અને તેના મિત્ર વેંકટ સાઈની ધરપકડ કરી છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે આ હત્યા પૂર્વ આયોજિત ષડયંત્રનો ભાગ હતી, જેનું કારણ સંધ્યાનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું. આ આખી ઘટના નિઝામાબાદ જિલ્લાના મોપાલ મંડલના ન્યાલાકલ ગામની છે. આના સમાચાર સોમવારે સામે આવ્યા. પહેલા છત પરથી ધક્કો માર્યો, પરંતુ પ્રશાંત બચી ગયો હતો પોલીસના જણાવ્યા અનુસાર, પ્રશાંત તાજેતરમાં ખાડી દેશમાંથી પાછો ફર્યો હતો. તે કયા દેશમાં હતો તેની માહિતી મળી નથી. પાછા ફર્યા પછી તેને સંધ્યાના અફેર વિશે ખબર પડી તો તેમનામાં ઝઘડા થવા લાગ્યા. 30 જૂને ત્રણેય આરોપીઓએ પ્રશાંતને પહેલા ખૂબ દારૂ પીવડાવ્યો. પછી મારપીટ કરીને ઘરની છત પરથી નીચે ધક્કો મારી દીધો. જોકે, ગંભીર ઈજાઓ છતાં પ્રશાંતનો જીવ બચી ગયો. આરોપીઓએ એવું કહીને તેને હોસ્પિટલ પહોંચાડ્યો કે તે નશાની હાલતમાં જાતે જ નીચે પડી ગયો હતો. સારવાર દરમિયાન ટોયલેટ ક્લીનર ભેળવ્યું તપાસમાં સામે આવ્યું કે સંધ્યા એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરી ચૂકી છે. પોલીસનો આરોપ છે કે તેણે પોતાના મેડિકલ નોલેજનો ઉપયોગ કરીને સારવાર દરમિયાન પતિની ડ્રિપમાં ટોયલેટ ક્લીનર અને એનેસ્થેસિયા ઇન્જેક્ટ કરી દીધું. માતાને શંકા થઈ, ફરિયાદ બાદ મામલો ખુલ્યો પ્રશાંતના મૃત્યુ બાદ તેમની માતાને ઘટના પર શંકા થઈ. તેમણે 1 જુલાઈના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી, જેમાં ષડયંત્રનો ખુલાસો થયો. અસલી રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું. પોલીસની પૂછપરછમાં સંધ્યાએ બધી જ હકીકત જણાવી દીધી. પોલીસે પત્ની સંધ્યા અને તેના પ્રેમીને કસ્ટડીમાં લીધા. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં વેંકટ સાઈએ પણ પ્રથમ હત્યાના પ્રયાસમાં પોતાની ભૂમિકા સ્વીકારી છે. પોલીસે સંધ્યા, અનિલ અને વેંકટ સાઈની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. પોલીસ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. ----------------------- આ સમાચાર પણ વાંચો… પતિની હત્યા કરીને બાથરૂમમાં દફનાવ્યો, ઉપર ફ્લોર બનાવડાવ્યો:ત્યાં જ નાહતી હતી, 45 દિવસ બાદ ખુલાસો થતાં કહ્યું- ‘મને મારતો હતો, એટલે મારી નાખ્યો’ આગ્રામાં પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ઘરના બાથરૂમમાં દાટી દીધો. ઉપરથી ફ્લોરિંગ કરાવી દીધું અને તે જ બાથરૂમનો રોજ ઉપયોગ કરતી રહી. 45 દિવસ સુધી પોલીસ અને ઘરના સભ્યોને ગેરમાર્ગે દોર્યા. તપાસ દરમિયાન મહિલા પોલીસ સાથે CCTV ફૂટેજ જોતી રહી અને રડવાનો ઢોંગ કરતી રહી... વાંચો પૂરા સમાચાર…
    Click here to Read More
    Previous Article
    બંગાળ ગેંગરેપ મર્ડરઃ મુખ્ય આરોપી સહિત 3ની ધરપકડ:બારુઇપુરમાં જીવતી બાળકીને તળાવમાં ફેંકી હતી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાવો- ફેફસાં-પેટમાં પાણી મળ્યું
    Next Article
    આજે 5 જિલ્લામાં રેડ અને 3માં ઓરેન્જ એલર્ટ:ગુજરાત પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 8 તાલુકા હજી પણ કોરાધાકોડ, ભાવનગરમાં રાત્રે દોઢ કલાકમાં ચાર ઈંચ વરસાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment