Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પદાધિકારીઓના ફોટો સેશન સામે કમિશનર ગ્રાઉન્ડ પર ઉતર્યા:કમિશનર પ્રભવ જોષી એક્શનમાં, બેદરકાર એન્જિનિયર સસ્પેન્ડ અને કોન્ટ્રાક્ટરને સવા બે લાખનો દંડ કરાયો

    1 day ago

    ​જૂનાગઢ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓની હાલત અતિશય બિસ્માર થઈ ગઈ છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની અણઆવડત તેમજ પ્રી-મોન્સૂન કામગીરીના અભાવને કારણે સ્થાનિક જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. લોકોમાં વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે કે જે કામગીરી ચોમાસા પહેલા થવી જોઈતી હતી, તો આ તમામ મુશ્કેલીઓ વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા તેમજ અન્ય પદાધિકારીઓ જાણે કે કામ કરવાના નાટક કરાતા હોય તેમ સોશિયલ પોસ્ટ અપલોડ કરી રહ્યા છે. લોકો દ્વારા આ પદાધિકારીઓના ઉધડો લેવામાં આવ્યો હતો. આજે પ્રજા હેરાન-પરેશાન થઈ રહી છે. જનતાની મુશ્કેલીઓ વચ્ચે ખુદ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોષી રસ્તાઓ પર માટી-મોરમ નાખવાની કામગીરીનું જાત-નિરીક્ષણ કરવા માટે બીલખા રોડ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં પહોંચ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું રસ્તાઓના સમારકામ અંગે મનપા કમિશનર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ બાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 14.7 કિલોમીટર જેટલા રસ્તાઓ પર વેટમિક્સ પાથરીને તેને વાહન વ્યવહાર યોગ્ય એટલે કે મોટરવેબલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન રસ્તામાં અવરોધરૂપ બનેલા કુલ 120 જેટલા ઝાડને કટિંગ કરીને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી શકે. જુદા-જુદા વિસ્તારોમાં રસ્તા સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ​શહેરમાં પાણીના નિકાલ અને ગટર વ્યવસ્થાને યોગ્ય રાખવા માટે કુલ 35 જેટલા મેનહોલ્સને દુરસ્ત કરવામાં આવ્યા છે. વાહનચાલકો અને રાહદારીઓને પાણી ભરાવવાની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે મનપાના ડી-વોટરિંગ પંપો પણ અંડરપાસિસ ઉપર સતત ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. ચોમાસાની આ બાકીની સિઝનમાં પ્રજાજનોને કોઈ પણ પ્રકારની તકલીફ કે હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં શહેરના ઝાંઝરડા, મધુરમ, સાબલપુર ચોકડી અને જીઆઈડીસી વગેરે વિસ્તારોમાં રસ્તા સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સવા બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ​શહેરમાં તાજેતરમાં ખરાબ રસ્તાના કારણે થયેલા અકસ્માત અંગે કડક વલણ અપનાવતા કમિશનર પ્રભવ જોષીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ ઘટનામાં જે-તે વિસ્તારના જવાબદાર એન્જિનિયરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને પીએમસી (પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ) ને સવા બે લાખ રૂપિયા જેવી માતબર રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અકસ્માતમાં ભોગ બનનાર મોટરસાયકલ ચાલક અંગે તેમણે જણાવ્યું કે, તેઓ મહાનગરપાલિકાના જ કર્મચારી હતા અને તેમના તમામ મેડિકલ સારવારનો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ‘Organisational committees valid until 2027’: Mamata Banerjee faction to poll body over rebel group’s claim on party
    Next Article
    અકસ્માતો રોકવા રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું શરૂ:​ચોમાસામાં અકસ્માતો અટકાવવા જૂનાગઢ ટ્રાફિક પોલીસ અને જીવદયા ટ્રસ્ટ એક્શનમાં,1500 જેટલા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment