Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ અંડરપાસમાં રોડ પરથી પેવર બ્લોક ઉખડ્યા:વિદ્યાર્થિની મોપેડ સાથે ખુલ્લી ગટરમાં ખાબકી, સ્થાનિકોએ બચાવી, તંત્રની કામગીરી પર સવાલ

    2 days ago

    વલસાડના છીપવાડ રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ઓસર્યા બાદ રોડ પરથી પેવર બ્લોક ઉખડી જતાં મોટો ખાડો પડ્યો છે. આ જોખમી સ્થિતિને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં, શાળાએથી પરત ફરી રહેલી એક વિદ્યાર્થિની પોતાની મોપેડ સાથે ખાડા નજીક આવેલી ખુલ્લી વરસાદી પાણીની ગટરમાં ખાબકી હતી. આ ઘટનામાં, ફરજ પર હાજર TRB જવાનો અને સ્થાનિક લોકોએ સમયસર મદદ કરી વિદ્યાર્થિનીને ગટરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, 12 થી 13 વર્ષની આ વિદ્યાર્થિની કૈલાશ રોડ તરફ પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે બિસ્માર રસ્તા અને ઉખડેલા પેવર બ્લોકને કારણે તેનું સંતુલન બગડ્યું હતું. તે પોતાના દફતર અને વાહન સાથે લગભગ 2 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની ખામીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. અંડરપાસમાં પડેલા ખાડા અને ખુલ્લી ગટર વાહનચાલકો માટે જોખમી બની છે. સ્થાનિક નાગરિકોએ આ અંગે જણાવ્યું હતું કે, "આ ખુલ્લી ગટર અને બિસ્માર રસ્તો એટલો જોખમી છે કે ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે. તંત્ર વહેલી તકે આ ગટર પર લોખંડની જાળી ફિટ કરે જેથી પાણીનો નિકાલ પણ થાય અને લોકોના જીવ પણ બચે." છીપવાડનો આ અંડરપાસ ખેરગામ તરફના અંદાજે 44 જેટલા ગામોને વલસાડ શહેર સાથે જોડે છે. ચોમાસા દરમિયાન અહીં કમરસુધી પાણી ભરાઈ જાય છે, છતાં લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બને છે. સ્થાનિકો દ્વારા અહીં ટ્રાફિક અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વર્ષોથી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ અંડરપાસની જાળવણી બાબતે નગરપાલિકા, PWD અને રેલવે જેવા સરકારી વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. આ સ્થિતિને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.
    Click here to Read More
    Previous Article
    રાત્રે 10 વાગ્યા સુધીમાં 23 જિલ્લામાં રેડ એલર્ટ:સુરત શહેરમાં 5 ઈંચ વરસાદમાં જ જળબંબાકાર, મનપાના પાપે લાખો લોકો પરેશાન; વીજ કરંટ લાગતા 2 યુવકોના મોત
    Next Article
    અકસ્માતો રોકવા રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું શરૂ.:​ચોમાસામાં અકસ્માતો અટકાવવા જૂનાગઢ ટ્રાફિક પોલીસ અને જીવદયા ટ્રસ્ટ એક્શનમાં: 1500 જેટલા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાની કામગીરી શરૂ કરાઈ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment