Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધુ બે પરિણીતા ઘરેલુ હિંસાનો ભોગ બની:પતિએ અગાઉ થયેલ લગ્નની હકીકત છુપાવી, નશાની હાલતમાં પત્નીને માર મારતો અને સગર્ભા હતી ત્યારે ધક્કો મારી પછાડી'તી

    1 day ago

    રાજકોટ શહેરમાં વધુ બે મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બનતા મહિલા પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. જેમાં એકને પતિએ બીજા લગ્નની હકીકત જાણ કર્યા વગર જ લગ્ન કર્યા હતા અને પોતે નશાની હાલતમાં પત્નીને માર મારતો હતો તથા તેના પ્રેગ્નન્સીના સમયે તેને ધક્કો મારી પછાડી દીધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં ઘરખર્ચ અને કરિયાણાના પૈસાની બાબતે પતિ-પત્ની વચ્ચે ચાલતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિએ પત્નીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતી ભૂમિબેન હર્ષદભાઈ અમરેલિયા(ઉ.વ.34)એ પતિ હર્ષદ લવજીભાઈ અમરેલિયા સામે લગ્નજીવન દરમિયાન સતત શારીરિક અને માનસિક ત્રાસ, મારઝૂડ તેમજ છૂટાછેડા માટે દબાણ કર્યાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના લગ્ન 21 એપ્રિલ, 2024ના રોજ હર્ષદભાઈ સાથે થયા હતા અને તેમને એક વર્ષની દીકરી છે. લગ્ન બાદ હર્ષદભાઈ નાની-મોટી બાબતોમાં ઝઘડા કરી દારૂના નશામાં પત્ની પર શંકા રાખી મારઝૂડ કરતો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હર્ષદભાઈએ પોતાના બીજા લગ્ન હોવાની અને પ્રથમ પત્નીનું અવસાન થયું હોવાનું ખોટું કહી લગ્ન કર્યા હતા. એટલું જ નહીં ગર્ભાવસ્થા દરમિયાન બાળક ન રાખવા દબાણ કરવામાં આવતું હતું અને આઠમા મહિનામાં દારૂના નશામાં ધક્કો મારતા ભૂમિબેન પડી ગયા હતા. દીકરીના જન્મ બાદ પણ ત્રાસ ચાલુ રહેતા તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને આઈસીયુમાં સારવાર લેવી પડી હતી આ પછી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પતિ તેમને માવતરે મૂકી ગયો હતો અને પરત સાથે રાખવાનો ઇનકાર કરી છૂટાછેડા માટે દબાણ કરતો હતો. ગત 4 જુલાઈની રાત્રે પતિ માવતરે પહોંચી ગાળાગાળી કરી દીકરીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જેથી પરિવારજનોએ 112 પર ફોન કરતા તે ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં વેદ એપાર્ટમેન્ટમાં રહેતી તૃપ્તીબા મહાવીરસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન આશરે 14 વર્ષ પહેલાં મહાવીરસિંહ ભૂપતસિંહ જાડેજા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન અગાઉ સાસરિયાંના ત્રાસના કારણે તેમણે ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ઘરનું કરિયાણું અને શાકભાજી લાવવા તેમજ ઘરખર્ચ માટે પૈસા આપવાની બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગત 3 જુલાઈના રોજ સવારે આશરે 9:30 વાગ્યે આ જ મુદ્દે ફરી બોલાચાલી થઈ હતી. દરમિયાન પતિ મહાવીરસિંહે પત્નીને અપશબ્દો કહી, “તે મારી જિંદગી બગાડી નાખી છે” તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી આપી પિયર જતા રહેવા કહ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. બનાવ અંગે તૃપ્તીબાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ મહાવીરસિંહ ભૂપતસિંહ જાડેજા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરના પિંડવળનું આરોગ્ય કેન્દ્ર જનસુખાકારીનું આદર્શ મોડેલ:સરકાર-ટ્રસ્ટના સહયોગથી 37 ગામોને આધુનિક સારવાર મળે છે, એક્સ-રે, સોનોગ્રાફી સહિતની સુવિધાઓ
    Next Article
    મોરબીમાં મૃત ગૌવંશોને ડમ્પિંગ સાઇટ પર ફેંકાતા વિવાદ:હિન્દુ સંગઠનનો ઉગ્ર વિરોધ, મહાનગરપાલિકાએ હંગામી કર્મચારીને છૂટા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment