Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક અને સ્વચ્છતા મુદ્દે મનપાનું આક્રમક વલણ:શહેરી વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બિલ્ડિંગ મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાહનો ફરજિયાતપણે બેઝમેન્ટમાં જ પાર્ક કરાવવા આદેશ

    1 day ago

    ગાંધીનગરમાં સતત વકરતી ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ અને સ્વચ્છતાના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ગાંધીનગર મહાનગરપાલિકા (મનપા) હવે એક્શન મોડમાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર જે. એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કુડાસણ વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્સના સંચાલકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કમિશનરે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, હવેથી દરેક કોમર્શિયલ બિલ્ડિંગમાં ફરજિયાતપણે 'બિલ્ડિંગ મેનેજમેન્ટ કમિટી'ની રચના કરવાની રહેશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશોના પાલન માટે મનપા હવે કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેશે નહીં. રોડ પર વાહનો દેખાયા તો બિલ્ડિંગ મેનેજમેન્ટ જવાબદાર પાર્કિંગ વ્યવસ્થાપનને લઈને તંત્ર દ્વારા અત્યંત આકરા નિયમો જાહેર કરવામાં આવ્યા છે: ચાર અલગ-અલગ ડસ્ટબીન રાખવા ફરજિયાત સ્વચ્છતા અંગે કડક વલણ દાખવતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026 મુજબ તમામ કોમર્શિયલ એકમોએ કચરાનું યોગ્ય વર્ગીકરણ (Separation) કરવા માટે ફરજિયાતપણે ચાર અલગ-અલગ ડસ્ટબીન રાખવા પડશે. આ ઉપરાંત કોમન એરિયાની નિયમિત સફાઈ માટે પૂરતો સ્ટાફ રાખવો પડશે અને મુલાકાતીઓ માટે પ્રોપર સાઈનેજ (દિશા-નિર્દેશક બોર્ડ) સાથેના સ્વચ્છ શૌચાલયોની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. પર્યાવરણની જાળવણી માટે બિલ્ડિંગ પરિસરમાં વૃક્ષારોપણ કરવાનું પણ ફરજિયાત બનાવાયું છે, જેના માટે મનપા દ્વારા વિનામૂલ્યે છોડ પૂરા પાડવામાં આવશે. નિયમભંગ બદલ સીધી સીલિંગની કાર્યવાહી મનપા તંત્ર દ્વારા તમામ કોમર્શિયલ બિલ્ડિંગોને માત્ર ત્રણ દિવસની અંદર પોતાની 'બિલ્ડિંગ મેનેજમેન્ટ કમિટી'ની રચના કરી તેના સભ્યોની તમામ વિગતો મનપા કચેરીએ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર અથવા પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે દબાણ જાળવી રાખનાર એકમો વિરુદ્ધ સીજીડીસીઆર-2019 (CGDCR-2019) હેઠળ સીધી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. મનપાએ કડક ચેતવણી આપી છે કે, જો આદેશોનું પાલન નહીં થાય તો બિલ્ડિંગની બી.યુ. (BU) પરવાનગી સ્થગિત કરીને સીધા સીલ મારવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પહેલા રાઉન્ડમાં સાગબારામાં સીઝનનો 20% વરસાદ વરસ્યો:નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ, તંત્ર એલર્ટ
    Next Article
    પદાધિકારીઓ ના ફોટો સેશન સામે કમિશનર એક્શનમાં:જૂનાગઢમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર: કમિશનર પ્રભવ જોષી એક્શનમાં, બેદરકાર એન્જિનિયર સસ્પેન્ડ અને કોન્ટ્રાક્ટરને સવા બે લાખનો દંડ કરાયો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment