Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુ.એન. મહેતા હોસ્પિટલમાં બેઝમેન્ટની ડ્રેનેજમાં ત્રણ યુવકો પડ્યા:રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે, યુવકોને બહાર કાઢવા ફાયરના જવાનોની મથામણ

    1 day ago

    શહેરના સિવિલ હોસ્પિટલ પાસે આવેલી યુએન મહેતા હોસ્પિટલ ના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ પાઇપલાઇનમાં ત્રણ જેટલા યુવકો પડ્યા હોવા અંગેનો મેસેજ ફાયર બ્રિગેડની ટીમને મળ્યો હતો. ફાયર બ્રિગેડ પહોંચે તેની પહેલા એક વ્યક્તિને સ્થાનિક હોસ્પિટલના લોકોએ બહાર કાઢી લીધો હતો જ્યારે બે લોકો પાઇપલાઇનમાં પડી ગયા હતા જેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા છે. બંને મજુર છે અને હાલમાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુએન મહેતા હોસ્પિટલ ની પાઇપલાઇનમાં એક મજૂર કામ કરતાં પડી ગયો હતો જેને બતાવવા માટે બીજો વ્યક્તિ અને અન્ય એક વ્યક્તિ એમ કુલ ત્રણ લોકો અંદર ઉતર્યા હતા. જેમાં એક વ્યક્તિએ બૂમાબૂમ કરતા તેને બચાવી લેવા તો જ્યારે બાકી બે અંદર ફસાઈ ગયા હતા જેને ફાયર બ્રિગેડ એ બહાર કાઢ્યા છે બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. યુએન મહેતા હોસ્પિટલના ડ્રેનેજ લાઈનમાં ત્રણ યુવકો પડ્યા હોવાની જાણ શહેરના મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ ને થતા યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે જવા રવાના થયા છે.
    Click here to Read More
    Previous Article
    Sanju Samson dropped as India announce squad for Zimbabwe tour
    Next Article
    પહેલા રાઉન્ડમાં સાગબારામાં સીઝનનો 20% વરસાદ વરસ્યો:નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ, તંત્ર એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment