Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલમાં દર્દીની ટીંગાટોળીમાં નામ પૂરતી કાર્યવાહી:રાજકોટ સિવિલ હોસ્પિટલની માનવતાને શર્મસાર કરતી ઘટનામાં ખાનગી એજન્સીનાં સુપરવાઈઝર-સિક્યુરિટી ગાર્ડ સસ્પેન્ડ, સ્ટાફને ક્લિનચિટ

    2 days ago

    સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગત તા. 3 જુલાઈને શુક્રવારના રોજ વહેલી સવારે એક સંવેદનાહીન ઘટના સામે આવી હતી. જેમાં ઝેરી દવાની અસર હેઠળ દાખલ થયેલા દર્દીને સારવાર આપવાના બદલે અર્ધબેભાન હાલતમાં ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યો હતો. માનવતાને શર્મશાર કરતી આ ઘટનામાં માત્ર એજન્સીનાં સુપરવાઈઝર-સિક્યુરિટી ગાર્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલના સ્ટાફને બચાવી લેવામાં આવ્યો છે. અને માત્ર નામ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે. આ ઘૃણાસ્પદ ઘટના અંગે દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેને લઈને તરત સિવિલ હોસ્પિટલના તંત્રની સંવેદના જાગી હતી અને તાબડતોબ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં આ ઘટનાનાં જવાબદાર દર્દી સહિતનાઓની પૂછપરછ કરી યોગ્ય માહિતી મેળવ્યા બાદ આગળની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આજે તપાસ સમિતિના અહેવાલ બાદ માત્ર ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝર સુરેન્દ્રસિંહ ગોહિલ અને સિક્યુરિટી મેન અરમાન પઠાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે આ મામલે સિવિલ હોસ્પિટલના એક પણ કાયમી કર્મચારીને જવાબદાર ઠેરવવામાં નહીં આવતા ભારે ચર્ચા જાગી છે. તેમજ સિવિલ હોસ્પિટલના જવાબદારોએ માત્ર સિક્યુરિટી એજન્સી ઉપર જવાબદારી ઢોળી તેના સ્ટાફને બચાવી લીધાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. આ ઘટનામાં ભોગ બનનાર એક ગરીબ શ્રમિક છે અને તેના કોઈ વાલી-વારસ પણ ન હોવાથી તપાસ સમિતિએ તપાસનું ફીંડલું વાળી દીધુ હોવાનું લાગી રહ્યું છે. જાણો શું હતો સમગ્ર મામલો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી અને ભારે સંવેદનહીનતાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી દીધી હતી. આ ઘટનામાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા એક અત્યંત અશક્ત અને અર્ધબેભાન શ્રમિક દર્દીને માનવતા નેવે મૂકીને હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે ટીંગાટોળી કરી બહાર રોડ પર ફેંકી દીધો હતો. તંત્રના આ અમાનવીય કૃત્યને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે, આ બાબત સિવિલ સર્જનના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક પગલાં ભરી દર્દીને ફરી દાખલ કરાવ્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં HOI/INO નિમાયા:અટકેલી શિષ્યવૃત્તિ પ્રક્રિયા ફરી શરૂ થશે, વિદ્યાર્થીઓને લાભ
    Next Article
    વલસાડ SOGએ ડ્રગ્સ કેસનો વોન્ટેડ આરોપી ઝડપ્યો:બે વર્ષથી નાસતો ફરતો આરોપી લખનૌથી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment