Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં HOI/INO નિમાયા:અટકેલી શિષ્યવૃત્તિ પ્રક્રિયા ફરી શરૂ થશે, વિદ્યાર્થીઓને લાભ

    2 days ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન શાળા-કોલેજોના અનુસૂચિત જાતિના અનેક વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પ્રક્રિયા અટકી પડી હતી. Head of Institute Nodal Officer (HOI/INO) ની નિમણૂક ન થવાને કારણે વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિથી વંચિત રહેવાની સ્થિતિમાં મુકાયા હતા. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશભાઈ પરમાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ શિક્ષણ મંત્રીશ્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા Head of Institute Nodal Officer (HOI/INO) તરીકે ડો. જય વાય. ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. ડો. ત્રિવેદી એસ.કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આ નિર્ણયથી યુનિવર્સિટી સંલગ્ન શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની Aadhaar Based Biometric eKYC પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકશે. પરિણામે, કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ વિદ્યાર્થીઓને સમયસર મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    દૂધધારા પરિક્રમાને મંજૂરી આપવા વન વિભાગને રજૂઆત:ગિરનારની ગોદમાં આગામી 10 જુલાઈએ યોજાશે પવિત્ર ‘દૂધધારા પરિક્રમા’; વધુમાં વધુ લોકોને મંજૂરી આપવા VHPની વન વિભાગને રજૂઆત
    Next Article
    સિવિલમાં દર્દીની ટીંગાટોળીમાં નામ પૂરતી કાર્યવાહી:રાજકોટ સિવિલ હોસ્પિટલની માનવતાને શર્મસાર કરતી ઘટનામાં ખાનગી એજન્સીનાં સુપરવાઈઝર-સિક્યુરિટી ગાર્ડ સસ્પેન્ડ, સ્ટાફને ક્લિનચિટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment