Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં ભારે વરસાદ: રેલ વ્યવહાર ખોરવાયો:અજમેર-દાદર એક્સપ્રેસ નવસારી સ્ટેશન પર અટવાઈ

    11 hours ago

    મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વેસ્ટર્ન રેલવે લાઇન પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં, તકેદારીના ભાગરૂપે અનેક ટ્રેનોને અધવચ્ચે રોકવાની ફરજ પડી છે. રાજસ્થાનથી મુંબઈ જતી ટ્રેન નંબર 12990 અજમેર-દાદર એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. ટ્રેન અટકી પડવાને કારણે સેંકડો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે અને સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી. મુંબઈ જવા માંગતા મુસાફરો માટે ખાનગી લક્ઝરી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બસો દ્વારા ઘણા મુસાફરોને મુંબઈ તરફ રવાના કરાયા છે. તંત્રની ઝડપી કામગીરી છતાં, નવસારી રેલવે સ્ટેશન પર હજુ પણ મોટી સંખ્યામાં મુસાફરો અટવાયેલા છે. વહીવટી તંત્ર દ્વારા સ્ટેશન પર હાજર પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે. રેલવે કંટ્રોલ રૂમ તરફથી મળતી સત્તાવાર માહિતી મુજબ, મુંબઈ ડિવિઝનમાં ટ્રેક પરથી પાણી ઓસર્યા બાદ રેલ વ્યવહાર ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે. પરિસ્થિતિ નિયંત્રણમાં આવતાની સાથે જ નવસારી સ્ટેશન પર રોકાયેલી દાદર-અજમેર એક્સપ્રેસ ટ્રેનને સાંજે 6:00 વાગ્યે મુંબઈ (દાદર) તરફ રવાના કરવામાં આવશે. પ્રશાસને મુસાફરોને ધીરજ રાખવા અને સત્તાવાર જાહેરાતો પર ધ્યાન આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'જ્યાં સુધી ભાડું કે વૈકલ્પિક આવાસ નહીં મળે, હટીશું નહીં':ભેસ્તાન આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રહીશો રસ્તા પર આવ્યા, સુરત મનપાની બેધારી નીતિ સામે સવાલ
    Next Article
    "Like Freedom": How Armenia Became Safe Haven For Russians Fleeing Putin

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment