Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં ભારે વરસાદના કારણે ગુજરાત સાથેના રેલ વ્યવહારને અસર:કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવી દેવાયા તો કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી, મુસાફરો માટે હેલ્પ ડેસ્ક અને એસટી બસની વ્યવસ્થા કરાઈ

    2 days ago

    મુંબઈમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે રેલ વ્યવહારને અસર પહોંચી છે. સફાળે, કેલવે રોડ, વસઈ રોડ અને નાલાસોપારા સ્ટેશનો પર ટ્રેક ધોવાઈ જવાની અને ભારે જળભરાવ થવાની સ્થિતિ સર્જાઈ છે. રેલવે પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે મુંબઈ તરફ જતી અનેક ટ્રેનોને અધવચ્ચે જ સુરત, વલસાડ અને વાપી જેવા સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી છે. બીજી તરફ મધ્ય રેલવેના સેક્શનમાં ભૂસ્ખલન થવાને કારણે પણ મુસાફરોની સુરક્ષા માટે ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા છે. અચાનક રેલ વ્યવહાર અટકી પડતાં હજારો મુસાફરો સ્ટેશનો પર અટવાઈ પડ્યા છે, જેમની મદદ માટે રેલવે અને એસટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મુસાફરોની વહારે તંત્ર, સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ કરાયા, એસટી બસો દોડાવવામાં આવી ટ્રેનો અધવચ્ચે રદ થવાને કારણે સુરત, વલસાડ, વાપી અને નવસારી જેવા મુખ્ય સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોને ટ્રેનની વર્તમાન સ્થિતિ અને રિફંડ સંબંધિત સચોટ માહિતી મળી રહે તે માટે રેલવે વિભાગ દ્વારા અલગ-અલગ સ્ટેશનો પર તાબડતોબ સ્પેશિયલ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. આ હેલ્પ ડેસ્ક પર કર્મચારીઓ ખડેપગે રહીને મુસાફરોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આ ઉપરાંત, જે મુસાફરો મુંબઈ કે અન્ય સ્થળોએ જવા માટે મજબૂર છે અને સ્ટેશન પર અટવાયા છે, તેમના માટે રેલવે પ્રશાસને ગુજરાત રાજ્ય પરિવહન નિગમ સાથે સંકલન સાધ્યું છે. મુસાફરો પોતાની મંઝિલ સુધી પહોંચી શકે તે માટે સ્ટેશનોની બહાર જ ખાસ એસટી બસોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો ન કરવો પડે. સુરત-માલદા ટાઉન એક્સપ્રેસ મોડી ઉપડશે પશ્ચિમ રેલવે દ્વારા જારી કરાયેલા નવા અપડેટ મુજબ, ટ્રેન વ્યવહાર ખોરવાવાને કારણે સુરતથી ઉપડતી એક મહત્વની ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે: 13426 સુરત – માલદા ટાઉન એક્સપ્રેસ (06.07.2026): આ ટ્રેન આજે તેના નિયત સમય કરતાં 2 કલાક અને 55 મિનિટ મોડી ઉપડશે. ટ્રેનનો નિયમિત ઉપડવાનો સમય બપોરે 14:20 વાગ્યાનો હતો, જે હવે બદલીને સાંજે 17:15 વાગ્યે કરવામાં આવ્યો છે. મુસાફરોને આ બદલાયેલા સમય મુજબ પોતાની મુસાફરીનું આયોજન કરવા વિનંતી કરાઈ છે. આ ટ્રેનોને મુંબઈ પહોંચતા પહેલા જ વિવિધ સ્ટેશનો પર ટૂંકાવી દેવાઈ પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી મુજબ, ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે નીચે મુજબની ટ્રેનોને અધવચ્ચે જ ટર્મિનેટ કરીને ત્યાંથી જ રિવર્સ (પરત) દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ભૂસ્ખલનને કારણે આ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા મધ્ય રેલવેના પ્રભાવિત રૂટ પર લેન્ડસ્લાઈડ થવાને કારણે મુસાફરોની સુરક્ષા અર્થે કેટલીક મહત્વની ટ્રેનો અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવી છે રેલવે પ્રશાસનની મુસાફરોને અપીલ રેલવે વિભાગ દ્વારા અચાનક સર્જાયેલી આ કુદરતી આપત્તિ અને મુસાફરોને પડેલી અગવડતા બદલ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. તમામ મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદની સ્થિતિને જોતા ઘરની બહાર નીકળતા પહેલા અથવા રેલવે સ્ટેશન પહોંચતા પહેલા પોતાની ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ હેલ્પ ડેસ્ક અથવા ઓનલાઈન માધ્યમથી અવશ્ય ચેક કરી લે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા પોલીસે CEIR પોર્ટલથી 9 ગુમ મોબાઇલ શોધી કાઢ્યા:₹2.06 લાખના ફોન માલિકોને પરત કરાયા
    Next Article
    માતાની નજર સામે ત્રણ વર્ષના દીકરાનું મોત:મહિલાની હાલત ગંભીર, હાથીજણ રીંગ રોડ પર ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment