Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રેનેજની કામગીરીનું મ્યુનિ. કમિશનરએ સ્થળ નિરીક્ષણ કર્યું:શહેરમાં ત્રણ સ્થળોએ ચાલી રહેલી કામગીરીનું અઠવાડિયામાં કામ પૂરું કરવા સૂચના

    8 hours ago

    વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. હાલમાં ચોમાસું શરૂ થઈ ગયું છે પરંતુ આ કામગીરી પૂરી થઈ નથી. ત્યારે ચોમાસામાં આ કામગીરીના કારણે શહેરીજનોને પરેશાની થઈ શકે છે. આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા ડ્રેનેજના મોટા કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને શહેરમાં ચાલતા કામો પૈકી મોટા ભાગના કામોને એક અઠવાડિયામાં પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. પૂર બાદ કેચ ધ રેઇન હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી વડોદરા શહેરમાં બે વર્ષ પહેલા પૂરનું પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ પૂરમાં મોટા પાયે ખાના ખરાબી થઈ હતી. કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું અને લોકોએ ત્રણ દિવસ સુધી પાણીમાં રહેવાની ફરજ પડી હતી. જો કે ત્યાર બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવા ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારમાં કેચ ધ રેઇન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે ડ્રેનેજ લાઇનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. મોટા પાયે 71 કામો શરૂ થયા હતા, 49 બાકી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, શહેરમાં પૂર બાદ મોટા પાયે 71 જેટલાં કામો શરૂ કરવામાં આવ્યા હતા અને તે પૈકી 49 કામો બાકી છે. જે કામો હાલ પ્રગતિ હેઠળ છે. તેઓએ જણાવ્યું હતું કે, આ પૈકી 19 કામો પૂર્ણ કરવાનું લક્ષ્યાંક હતું પરંતુ હજુ આ કામ પ્રગતિમાં છે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસુ મોડું શરૂ થયું પરંતુ વરસાદ આવી ચૂક્યો છે ત્યારે એક અઠવાડિયામાં ત્રણ કામો પૂર્ણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. બાકીના કામો ઓગસ્ટ મહિનામાં કરાશે. ગોત્રી હોસ્પિટલ સામે રોડ શરૂ કરાશે ગોત્રી હોસ્પિટલની સામે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી જેના કારણે એક તરફનો રોડ હાલમાં બંધ કરવામાં આવ્યો છે જો કે ચોમાસામાં વાહન ચાલકોને અગવડતા પડી શકે છે જેને ધ્યાનમાં રાખીને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી આગામી એક સપ્તાહમાં આ રોડ શરૂ કરી દેવા સૂચના આપી દેવામાં આવી છે. એવો પણ ભય છે કે ચોમાસા દરમિયાન ભુવા પડી શકે છે જેના કારણે વ્યવસ્થિત રીતે પુરાણ કરી અને ત્યારબાદ જ આ રોડ ખુલ્લો મુકવા માટે સૂચના આપવામાં આવી છે. આ વર્ષે ચોમાસામાં રોડ બેસી જવાની ઘટના વધે તેવી શક્યતા વડોદરા શહેરમાં આ વર્ષે ઠેર ઠેર ડ્રેનેજ લાઈન તેમજ પાણીની લાઈન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું જેના કારણે આ વર્ષે ચોમાસા દરમિયાન રોડ બેસી જવા તેમજ ભુવા પડવાની ઘટનાઓમાં વધારો થઈ શકે તેવું કેટલાક લોકોનું માનવું છે કારણ કે કેટલાક સ્થળોએ કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી જેથી ભુવા પડવાની શક્યતાઓ વધી જાય છે.
    Click here to Read More
    Previous Article
    એક સગીરે 3 બાળકીઓ સાથે અડપલાં કર્યા:અમદાવાદના ફતેવાડી વિસ્તારનો બનાવ, માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
    Next Article
    बिजनौर में मिल की बड़ी लापरवाही आई थी सामने, मिल की गर्म राख डाल रखी थी सडक किनारे

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment