Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોધમાર વરસાદમાં વીજતારના સ્પાર્કિંગથી ઝાડમાં આગ લાગી:રહીશોના જીવ તાળવે ચોંટયા, કલોલમાં મોટી હોનારત ટળી; પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી

    1 day ago

    રાજ્યના પાટનગરમાં એક તરફ ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ મહાનગરપાલિકાની સ્માર્ટ કામગીરીની પોલ ખુલી રહી છે. ત્યારે બીજી તરફ ગાંધીનગરના કલોલ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વરસાદી વાતાવરણ વચ્ચે ડી-માર્ટ નજીક ઓમકાર બંગલાની સામે આવેલા એક વિશાળ ઝાડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઓમકાર બંગલાની સામેના ઝાડમાં અચાનક આગ ભભૂકી પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે(5 જુલાઈ) રવિવારે કલોલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ડી-માર્ટ નજીક ઓમકાર બંગલાની સામે આવેલા એક વિશાળ ઝાડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. વરસાદ ચાલુ હોવા છતાં ઝાડની ડાળીઓ વીજળીના હાઈ-વોલ્ટેજ તારના સંપર્કમાં આવતા શોર્ટ સર્કિટ સર્જાયું હતું. વીજળીના તારમાં સ્પાર્કિંગ ને ઝાડમાં આગ લાગી વરસતા વરસાદ વચ્ચે વીજળીના તારમાં થયેલા સ્પાર્કિંગને કારણે ક્ષણભરમાં જ ઝાડની ડાળીઓમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. ભારે વરસાદ હોવા છતાં આગની તીવ્રતા એટલી હતી કે સ્થાનિકો ગભરાઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ તાત્કાલિક વીજ વિભાગને કરવામાં આવતા સમયસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વીજ લાઈનોની આસપાસ ઝાડ ટ્રીમિંગ કામગીરી સામે સવાલો જેના કારણે આગ વધુ ફેલાતી અટકી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. પરંતુ આ બનાવને કારણે ગંભીર જોખમ સામે આવ્યું છે. આ ઘટના બાદ હવે વીજ લાઈનોની આસપાસ ઉગેલા ઝાડ ટ્રીમિંગ કામગીરી સામે ફરી ગંભીર સવાલો ઉભા થયા છે. આ અંગે સ્થાનિકોએ કહ્યું કે, તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાના બિલ ઉઘરાવવામાં આવે છે, પરંતુ હાઈવોલ્ટેજ લાઈનો પાસે આવેલા વૃક્ષોની યોગ્ય રીતે કાપણી કરવામાં આવી નથી. મોટી હોનારત ટળી; પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી વીજ વિભાગ અને પાલિકાના તંત્રની આ પ્રકારની બેદરકારીને કારણે ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિક જીવ ગુમાવી શકે છે. શહેરભરમાં ઠેર-ઠેર વીજ લાઈનોને અડીને ઝાડની ડાળીઓ ઝૂલી રહી છે. જે વરસાદ અને પવનમાં મોતનું સાધન બની શકે છે. પાલિકા તંત્રે આ મામલે સત્વરે કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે.
    Click here to Read More
    Previous Article
    જેતપુરમાં નેહુલ અમૃતિયાના ઉપવાસ પૂર્ણ થયા:તબિયત લથડતા ICUમાં દાખલ, ડોક્ટરની સલાહથી પારણાં
    Next Article
    "Could Be Misused By Anti-India Forces": Sources On Why 'Satluj' Was Pulled Down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment