Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કર સિટિ:મહિલા શિક્ષકોમાં માનસિક સ્વાસ્થ્યનું પ્રમાણ વધુ ચિંતાજનક

    2 days ago

    વૈશ્વિક સ્તરે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવવી આજે મોટો પડકાર બની રહી છે. આવા સમયમાં ખાનગી શાળાના શિક્ષકોના માનસિક સ્વાસ્થ્ય અંગે થયેલા સંશોધનમાં ચિંતાજનક તારણો સામે આવ્યા છે. જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા આયોજિત GIMKA-2026 (Track-7) આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રથમ ક્રમે રહેલા આ સંશોધન મુજબ મહિલા શિક્ષકોમાં પુરુષ શિક્ષકોની સરખામણીએ માનસિક સ્વાસ્થ્ય અને મનોવૈજ્ઞાનિક સુખાકારીનું પ્રમાણ ઓછું નોંધાયું છે. શામળદાસ આર્ટ્સ કોલેજમાં મનોવિજ્ઞાન વિષયમાં પીએચ.ડી. કરી રહેલી વિદ્યાર્થીની કલ્યાણી પંડ્યાએ "ખાનગી શાળાના શિક્ષકોમાં માનસિક સ્વાસ્થ્ય અને મનોવૈજ્ઞાનિક સુખાકારી" વિષય પર આ સંશોધન રજૂ કર્યું હતું. અભ્યાસમાં જણાવાયું છે કે શિક્ષકનું માનસિક સ્વાસ્થ્ય મજબૂત હોય તો તે વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે માર્ગદર્શન આપી શકે છે અને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સંશોધન અનુસાર આજની તણાવસભર જીવનશૈલી, કાર્યસ્થળનું વાતાવરણ, લાંબા કામકાજના કલાકો, ઓછું વેતન, લાયકાત કરતાં ઓછો પગાર, વધતો કામનો બોજ તેમજ વ્યક્તિગત અને સામાજિક જવાબદારીઓ શિક્ષકોના માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. ખાસ કરીને મહિલા શિક્ષકોમાં ઘર અને નોકરીની બેવડી જવાબદારી, સામાજિક પ્રસંગોમાં અનિવાર્ય હાજરી, માસિક ચક્ર, મોનોપોઝ અને આર્થિક પરિસ્થિતિ જેવા પરિબળો વધુ અસરકારક હોવાનું અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે શિક્ષકનું લિંગ અને તે પ્રાથમિક કે માધ્યમિક કક્ષાએ શિક્ષણ આપે છે તેના આધારે પણ માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળે છે. પ્રાથમિક કક્ષાના બાળકો અને તરુણાવસ્થાના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની અલગ-અલગ માનસિક માંગણીઓ શિક્ષકોના તણાવના સ્તરને અસર કરે છે. સંશોધનની મુખ્ય બાબતો > મહિલા શિક્ષકોમાં માનસિક સ્વાસ્થ્યનું પ્રમાણ પુરુષ શિક્ષકો કરતાં ઓછું નોંધાયું. > ઘર અને નોકરીની બેવડી જવાબદારી મુખ્ય કારણોમાં સામેલ. > ઓછું વેતન, વધુ કામનો બોજ અને તણાવપૂર્ણ જીવનશૈલીની નકારાત્મક અસર. > પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના શિક્ષકોના માનસિક સ્વાસ્થ્યમાં પણ તફાવત જોવા મળ્યો. માનસિક સ્વાસ્થ્ય કેમ મહત્વનું ? > માનસિક રીતે સ્વસ્થ શિક્ષક વર્ગખંડમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરી શકે છે. > વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. > માનસિક સ્વાસ્થ્ય માત્ર માનસિક બીમારીનો અભાવ નથી, પરંતુ ભાવનાત્મક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે, જે વ્યક્તિને જીવનના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવામાં સક્ષમ બનાવે છે. > માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનું પ્રમાણ જાળવવું વૈશ્વિક જગત માટે પડકાર બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    શાળાઓ શરૂ થયાને એક મહિનો થયો છતાં સમસ્યા:ધો.9થી ધો.12માં હજુ પુરતા શિક્ષકો કે પુસ્તકો મળ્યાં નથી
    Next Article
    શેત્રુંજી ડેમની ઉપરવાસના ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાયા:આનંદો : શેત્રુંજી ડેમની સપાટી મધ્ય રાત્રીએ 25.4 ફૂટને આંબી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment