Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ગેંગવોરમાં મારામારી:હરી સિંધી અને તેના સાગરીતોએ અલ્પુ સિંધીના સાગરિત ઉપર જીવલેણ હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી

    1 day ago

    વડોદરાના વારસિયામાં ચાલી રહેલ ગેંગવોર શહેરના રેસકોર્સ સુધી પહોંચી ગઈ છે. અલ્પુ સિંધી ગેંગ સાથે સંકળાયેલા એક વેપારી પર હરી સિંધી અને તેના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અકોટા પોલીસે આ મામલે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરમાં બ્રેડનો વ્યવસાય કરતા અને દાજીનગર સોસાયટીમાં રહેતા રવિ બીમનદાસ દેવજાનીએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 25મી જૂનની વહેલી સવારે તેઓ પોતાના મિત્ર અર્જુન સાથે નટુભાઈ સર્કલ પાસે નાસ્તો કરવા ગયા હતા. તે સમયે હરી સિંધી પણ ત્યાં હાજર હતો. અર્જુને રવિને જણાવ્યું હતું કે, હરી સિંધી તને બોલાવે છે, જેથી રવિ ત્યાં મળવા ગયો હતો. ત્યાં હરિ સિન્ધીની સાથે સાહિલ રાજપૂત અને વિવેક ઉર્ફે બન્ની કેવલાણી પણ હાજર હતા. વિવેક અને સાહિલ સાથે રવિને અગાઉ માથાકૂટ થઈ હતી, જેની અદાવત રાખીને હરી સિંધી અને તેના સાગરીતોએ રવિ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. રવિએ શાંતિથી વાત કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને રવિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન સાહિલ રાજપૂતે પાછળથી રવિના માથામાં પથ્થર મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયો હતો. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. અલ્પુ સિંધી અને હરિ સિંધી ગેંગ વચ્ચેની જૂની દુશ્મનીને કારણે શહેરમાં વારંવાર આવી હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. રવિની ફરિયાદના આધારે પોલીસે હરી સિંધી, સાહિલ રાજપૂત અને વિવેક કેવલાણી સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ગેંગવોરના કારણે સામાન્ય નાગરિકો અને વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ભારે વરસાદના કહેર વચ્ચે ફાયર જવાનો બન્યા દેવદૂત:મીઠાપુર ડુંગરીમાં ફસાયેલા 68થી વધારે લોકોનું રેસ્ક્યુ કર્યું, વઢેરા ગામ આખું જળબંબાકારમાં ગરકાવ
    Next Article
    Viral Video Shows Vande Bharat Running Smoothly Through Waterlogged Tracks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment