Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ:ખેડબ્રહ્મા, વડાલી પંથકમાં પણ મેઘમહેર, નદીમાં નવા નીર

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં રવિવારે બપોર બાદ ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને વિજયનગરમાં માત્ર બે કલાકમાં 89 મિમી (આશરે સાડા ત્રણ ઇંચ) વરસાદ પડ્યો હતો, જેનાથી ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. વિજયનગર વિસ્તારમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભારે વરસાદના કારણે વિજયનગરની પુણ્યશીલા નદીમાં નવા નીરની આવક થતાં નદી ફરી જીવંત બની હતી. બીજી તરફ, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    તાપીના ડોલવણમાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ:વ્યારામાં પણ વરસાદ, ખેડૂતોમાં આનંદની લાગણી
    Next Article
    Blog: Aamir Khan-Gauri Spratt Wedding Highlights: Couple's First Dance As Husband And Wife Goes Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment