Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના ડોલવણમાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ:વ્યારામાં પણ વરસાદ, ખેડૂતોમાં આનંદની લાગણી

    8 hours ago

    તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ આકાશમાં વાદળો છવાયા હતા અને વ્યારા શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમયના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેનાથી સ્થાનિકોને રાહત મળી હતી. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં, વ્યારા અને ડોલવણ સહિતના આસપાસના ગામોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સરકારી આંકડા મુજબ, ડોલવણ તાલુકામાં માત્ર બે કલાકમાં 2.20 ઇંચ (લગભગ 55 મિલીમીટર) જેટલો ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે વ્યારા શહેરમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે ચોમાસુ પાકને નવું જીવન મળ્યું છે, જેના પગલે સ્થાનિક ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહી શકે છે.
    Click here to Read More
    Previous Article
    DSP के प्रमोशन के दावे को सम्राट के मंत्री ने क्यों नकारा? भरत तिवारी एनकाउंटर पर CM को देंगे विस्तृत जानकारी
    Next Article
    વિજયનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ:ખેડબ્રહ્મા, વડાલી પંથકમાં પણ મેઘમહેર, નદીમાં નવા નીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment