Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "તંત્રના પાપે મર્યા પછી સ્મશાને જવું હોય તો રસ્તો નથી":જૂનાગઢમાં વડીલના અવસાન બાદ ઘૂંટણસમા કાદવમાંથી સ્મશાનયાત્રા કાઢવા મજબૂર બન્યો પરિવાર, સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો

    1 day ago

    "માણસ કદાચ જીવતેજીવ સુખ ન ભોગવી શક્યો હોય, પરંતુ તેને મૃત્યુ બાદ તો શાંતિ મળે છે" - આ વણલખાયેલી લોકોક્તિ જૂનાગઢ મહાનગરપાલિકાના પાપે સાવ ખોટી સાબિત થઈ રહી છે. જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 12 માં આવેલા ટીંબાવાડી વિસ્તારના ભક્તિનગરમાં સ્થાનિક વહીવટી તંત્ર અને કોર્પોરેટરોની ઘોર નિષ્ક્રિયતા તથા ભ્રષ્ટાચાર સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભક્તિનગર વિસ્તારમાં આજે એક વડીલ પોપટભાઈનું અવસાન થયું છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં ઘૂંટણ સુધીના કાદવ-કીચડ અને મસમોટા ખાડા હોવાના કારણે તેમના મૃતદેહને સ્મશાને કેવી રીતે લઈ જવો તે મોટો સવાલ ઊભો થયો છે. તંત્રની આવી દયનીય અને બેદરકાર કામગીરી સામે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો રડી પડ્યા છે. રોડ બનાવીને ફરી ગટર માટે ખોદી નાખ્યો આ વિસ્તારમાં આશરે 300 થી વધુ પરિવારો અલગ-અલગ એપાર્ટમેન્ટમાં વસવાટ કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી અહીં રોડ-રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. તંત્રની અણઘડ કામગીરી એવી છે કે, એકવાર રોડ બની જાય પછી ગટર કે પાણીની લાઇન નાખવા માટે નવો રોડ પાછો ખોદી નાખવામાં આવે છે. ભક્તિનગરમાં પણ ગટર લાઇન નાખવા રસ્તો ખોદાયા બાદ મહિનાઓ વીતી ગયા છતાં તેનું સમારકામ કરાયું નથી. ચોમાસાના વરસાદને કારણે આ આખો રસ્તો કાદવથી ખદબદી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે અને જૂનાગઢને ભ્રષ્ટાચારનું નર્કાગાર બનાવી દીધું છે. "બિચારા દાદા જીવ્યા ત્યાં સુધી ગારામાં ચાલ્યા" - નિકુંજ ત્રાંબડિયા સ્થાનિક રહીશ નિકુંજ ત્રાંબડિયાએ પોતાની વેદના અને આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે: "અહીંયા અમારે એક દાદાનું મૃત્યુ થઈ ગયું છે, પણ કોઈ અધિકારી કે કોર્પોરેટર અહીં સામું જોવા પણ તૈયાર નથી. જૂનાગઢ કોર્પોરેશનની હાલત સાવ ભંગાર થઈ ગઈ છે. ગમે તે માણસ મરી જાય તોય કોઈને પડી નથી. અડધા લોકોને તો એ પણ ખબર નથી કે અમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે! બિચારા દાદા જીવ્યા ત્યાં સુધી ગારામાં ચાલ્યા અને છેલ્લે મૃત્યુ પછી પણ સ્મશાને જવામાં શાંતિ નથી. હવે એમના મૃતદેહને પણ કાદવમાં ગોઠણસમા પાણીમાંથી થઈને લઈ જવો પડશે. અમે કોર્પોરેટરને ફોન કરીએ છીએ પણ કોઈ જવાબ આપતું નથી. આ લોકો માત્ર મત લેવાના સમયે જ દેખાય છે." આખા શહેરમાં એક જેસીબી પણ ન મળ્યું: અશ્વિનભાઈ ગોઠી પરિવારના વડીલ ગુમાવનાર અશ્વિનભાઈ ગોઠીએ તંત્ર પર પ્રહારો કરતા કહ્યું કે, "વરસાદ પહેલા રોડ પર ગટર ગાળવામાં આવી હતી અને હવે વરસાદ થતાં આખી ગટર કાદવથી ભરાઈ ગઈ છે. અમારા પરિવારના વડીલ પોપટબાપા મૃત્યુ પામ્યા છે અને તેમની સ્મશાન યાત્રા લઈ જવાની છે, પરંતુ રસ્તા પર એટલો કાદવ છે કે પગપાળા ચલાય તેમ પણ નથી. અમે છેલ્લા એક કલાકથી કાદવ હટાવવા માટે આખા શહેરમાં એક જેસીબી (JCB) શોધી રહ્યા છીએ, છતાં કોઈ મળતું નથી. માણસને મર્યા પછી શમશાણે જવું હોય તોય રસ્તો નથી બચ્યો." બાળકોના શિક્ષણ પર અસર અને કોર્પોરેટરોની નકારાત્મકતા સ્થાનિક નાગરિક અશ્વિનભાઈ ચાવડાએ પણ નરક જેવી સ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું કે, રસ્તામાં ઘૂંટણ સુધીના ખાડા પડી ગયા છે અને માણસોને ઊભા રહેવાની પણ જગ્યા નથી. તેમણે ઉમેર્યું કે, અમે કોર્પોરેટરને ફોન કર્યો, તો એ એવું કહીને હાથ ઊંચા કરી દે છે કે 'તમે આ નંબર પર ફોન કરો ને પેલાને ફોન કરો'. કોઈ સરખો જવાબ જ નથી આપતું. આ કાદવના લીધે નાના બાળકોની સ્કૂલ વાન સોસાયટીમાં આવી શકતી નથી, અમારે બાળકોને મુખ્ય રોડ સુધી મૂકવા કાદવ ખૂંદીને જવું પડે છે. હાલ તો ભક્તિનગર વિસ્તારના રહીશો કાદવ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે એક વડીલની અંતિમયાત્રા કાઢવાની મજબૂરીને લઈને ભારે આઘાત અને આક્રોશમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કાન સુધી આ લોકવેદના ક્યારે પહોંચશે અને ક્યારે આ રસ્તાનું સમારકામ થશે, તે હવે જોવાનું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં:સ્કોર-140/2, બેથ મૂનીની ફિફ્ટી; ઇંગ્લેન્ડે 151 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    Vance Says US Is Israel's "Only Ally". Netanyahu Cites "1.4 Billion Indians"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment