Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં:સ્કોર-140/2, બેથ મૂનીની ફિફ્ટી; ઇંગ્લેન્ડે 151 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઝડપી શરૂઆત કરી છે. ઇંગ્લેન્ડના 151 રનનો પીછો કરતા ટીમે 13 ઓવરમાં 2 વિકેટે 117 રન બનાવી લીધા છે. એલિસ પેરી અને બેથ મૂની ક્રીઝ પર છે. જ્યોર્જિયા વોલને લોરેન બેલે બોલ્ડ કરી. ફીબી લિચફિલ્ડને 48 રન પર ચાર્લી ડીને પેવેલિયન મોકલી. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 150 રન બનાવ્યા. કેપ્ટન નેટ સિવર-બ્રન્ટે અણનમ 58 રન અને ફ્રેયા કેમ્પે અણનમ 44 રનની ઇનિંગ રમી. બંનેએ પાંચમી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. ઓસ્ટ્રેલિયા તરફથી લ્યુસી હેમિલ્ટન, એનાબેલ સધરલેન્ડ, સોફી મોલિન્યુ અને કિમ ગાર્થે 1-1 વિકેટ લીધી. યજમાન ઇંગ્લેન્ડ 2009માં એકવાર ટી-20 વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા રેકોર્ડ 6 વખત ચેમ્પિયન રહ્યું છે. બંને ટીમો આખી ટુર્નામેન્ટમાં 6-6 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. પ્લેઇંગ-11 ઓસ્ટ્રેલિયા: બેથ મૂની (વિકેટકીપર), જ્યોર્જિયા વોલ, ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, જ્યોર્જિયા વેરહામ, એનાબેલ સધરલેન્ડ, નિકોલા કેરી, સોફી મોલિન્યુ (કેપ્ટન), કિમ ગાર્થ, લ્યુસી હેમિલ્ટન. ઇંગ્લેન્ડ: ડેની હોજ, એમી જોન્સ (વિકેટકીપર), નેટ સિવર-બ્રન્ટ (કેપ્ટન), એલિસ કેપ્સી, હીથર નાઈટ, ફ્રેયા કેમ્પ, ડેની ગિબ્સન, ચાર્લી ડીન, સોફી એક્લેસ્ટન, લિંસી સ્મિથ, લોરેન બેલ.
    Click here to Read More
    Previous Article
    Kajol reflects on her strict childhood: ‘Couldn’t digest food until I was beaten up’
    Next Article
    "તંત્રના પાપે મર્યા પછી સ્મશાને જવું હોય તો રસ્તો નથી":જૂનાગઢમાં વડીલના અવસાન બાદ ઘૂંટણસમા કાદવમાંથી સ્મશાનયાત્રા કાઢવા મજબૂર બન્યો પરિવાર, સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment