Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના ગોરૈયામાં ખેડૂતોએ સ્વખર્ચે જોખમી બાવળીયા હટાવ્યા:સ્થાનિકોએ સરકારી તંત્રની રજૂઆતો કરી છતાં કાર્યવાહી ન થતા લીધો નિર્ણય

    9 hours ago

    પાટડીના નાના ગોરૈયાથી ચારેબાજુ રસ્તાના જોખમી બાવળીયા અંગે નાના ગોરૈયાના ગ્રામજનો દ્વારા માર્ગ અને મકાન વિભાગને અનેકો વખત લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આથી આ જોખમી બાવળીયા અંગે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા દૂર ન કરાતા ખેડૂતોએ જાતે સ્વખર્ચે દૂર કર્યા હતા. પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામથી પસાર થતાં નાના ગોરૈયાથી નાની મજેઠી તેમજ નાના ગોરૈયાથી પોરડા તથા નાના ગોરૈયાથી સડલા અને સડલાથી પાટડી જતા ડામર રોડની બંને બાજુ મોટા મોટા બાવળીયા ઉગવાથી રસ્તાની સ્થિતિ ખુબ જ ખરાબ થઇ જવા પામી હતી. સાથે રોડની બંને બાજુ બાવળો તેમજ વળાંકવાળા રસ્તાઓના કારણે આ રસ્તેથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સાથે ગોઝારા અકસ્માતોની શક્યતાઓ પણ ખુબ વધી જવા પામી હતી. આથી આ વિકટ સમસ્યા અંગે તાલુકા પંચાયતના સદસ્ય જાગૃતિબેન પટેલ, નાના ગોરૈયા ગામના ખેડૂત આગેવાન અશોકભાઈ પટેલ અને પ્રવીણ પટેલ સહિતના ખેડૂત આગેવાન દ્વારા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને અનેકો વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. આથી છેવટે કંટાળેલા નાના ગોરૈયા ગામના ખેડૂત આગેવાન અશોક પટેલ અને માજી સરપંચ પ્રવીણ પટેલ દ્વારા જાતે સ્વખર્ચે જેસીબી સહિતના સાધનો વડે રસ્તાના જોખમી બાવળીયા દૂર કરવામાં આવ્યા હતા, જેથી ગોઝારા અકસ્માતની ઘટનાઓને ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના રાજુલામાં 9 અને ધારીમાં 7 ઈંચ વરસાદ:ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા 40 ગામોને એલર્ટ કરાયા, ખેતરો તળાવમાં ફેરવાયા; ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ
    Next Article
    ભરૂચમાં ગેરકાયદે ગેસ રીફિલિંગનો પર્દાફાશ:SOGએ કાલુપીર ટકિયા-ધાનવાડી વિસ્તારમાંથી એકની ધરપકડ કરી, 21 સિલિન્ડર સહિત ₹3.63 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment