Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના રાજુલામાં 9 અને ધારીમાં 7 ઈંચ વરસાદ:ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા 40 ગામોને એલર્ટ કરાયા, ખેતરો તળાવમાં ફેરવાયા; ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ

    1 day ago

    અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે. આજે રાજુલામાં સૌથી વધુ 9 ઈંચ અને ધારીમાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખાંભા, લિલિયા, બગસરા, સાવરકુંડલામાં પણ ચાર ઈંચ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે. નદીઓમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થયા છે. અમરેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક વધતા 6 દરવાજા બબ્બે ફૂટ ખોલવાની ફરજ પડી છે. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી છે. સાંજે 5 વાગ્યા બાદ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ શરૂ થતા ખેડૂતો સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને સારા વરસાદની આશા સેવી રહ્યા છે. આ ઉપરાંત ચૌત્રા ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થતાં ગામ સંપર્કવિહોણું બન્યું છે અને ભેરાઇ ગામમાં પૂરના પાણી ઘૂસતાં NDRF અને ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડબાઈ રખાઈ છે. ગીર સોમનાથના ઉનાના ગાંગડા ગામેથી પણ 250 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. ઉનાના સૈયદ રાજપરામાં દરિયામાં તણાયેલી બોટોમાંથી 4 માછીમારોનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે અત્યંત ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને જોતાં આજે 6 જિલ્લામાં 'રેડ એલર્ટ', 7 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' અને 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાત અને આસપાસના રાજ્યોમાં વરસાદ માટે સર્જાયેલી અનુકૂળ સ્થિતિના કારણે આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદની શક્યતા છે. આવતીકાલે પણ આ વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા રહે છે. પવનની ગતિ 40થી 50 કિમીની રહેશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. બંદરો પર 3 નંબરના ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. ધાતરવડી-1 અને 2 ડેમ ઓવરફ્લો, રાજુલા સહિત 10થી વધુ ગામોને હાઈ એલર્ટ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ધાતરવડી-2 સિંચાઇ યોજનામાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્રે ડેમના 20 દરવાજા 0.90 મીટર સુધી ખોલી દીધા છે. ઉપરવાસમાં આવેલો ધાતરવડી-1 ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના સંકટને ધ્યાને રાખી નીચાણવાળા રાજુલા શહેર, ખાખબાઇ, હિંડોરણા, વડ, ભચાદર, ઉચૈયા, રામપરા-2, લોઠપુર અને કોવાયા સહિતના ગામોને હાઈ એલર્ટ કરી સ્થાનિકોને નદી-નાળા કે વહેતા પાણીમાં ન જવા અપીલ કરાઈ છે. રાયડી ડેમના 8 દરવાજા 10 ફૂટ ખોલાયા ખાંભા તાલુકાના મોટાબારણ ગામે રાયડી સિંચાઇ યોજનામાં વરસાદી પાણીની આવક વધતા ડેમના 8 દરવાજા 10 ફૂટ ખોલાયા છે. નીચાણ વાળા વિસ્તારના મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, નાગેશ્રી, મીઠાપર ગામોને સાવચેતીના પગલાં લેવા તેમજ નદી નાળા અને વહેતા પાણીમાં ન જવા માટે તંત્રએ અપીલ કરી છે. ધાતરવડી નદીના પાણીનું જોર વધતા વડ ગામ નજીક પાળો તૂટવાની શક્યતા રાજુલા તાલુકાના વડ ગામ નજીક ધાતરવડી નદીના પાણીનું જોર વધતું જોવા મળી રહ્યું છે. પૂરના પાણીને કારણે વડ ગામ નજીક પાળો તૂટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવતા તંત્રની ટીમ વડ ગામમાં પહોંચી હતી. પાણી વધતા પાળો તૂટશે તો નિચાણવાળા વિસ્તારોમાં નુકસાનની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ પણ વાંચો... ઉનામાં મેઘતાંડવ, 12 ઇંચ વરસાદ, 50થી વધુ પશુના મોત, માલણ નદી ગાંડીતૂર બનતા ગામોમાં પાણી ઘૂસ્યા આ પણ વાંચો... રાજુલા-ખાંભામાં આભ ફાટ્યું, 12 ઇંચ વરસાદથી 20 ગામ સંપર્કવિહોણા, મદદ માટે MLAએ તરવૈયાઓની ફોજ માગી ચોમાસું 48 કલાકમાં ગુજરાતને કવર કરી શકે…
    Click here to Read More
    Previous Article
    BCCI Reaction on Vaibhav Suryavanshi Debut: वैभव के डेब्यू पर क्या बोले Rajeev Shukla?IND vs ENG T20
    Next Article
    નાના ગોરૈયામાં ખેડૂતોએ સ્વખર્ચે જોખમી બાવળીયા હટાવ્યા:સ્થાનિકોએ સરકારી તંત્રની રજૂઆતો કરી છતાં કાર્યવાહી ન થતા લીધો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment