Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર બાદ ખેડૂતોએ કર્યા વાવણીના શ્રીગણેશ:કેશોદ પંથકમાં પરંપરાગત પૂજન અને બળદોને કુમકુમ તિલક કરી ખેડૂતોએ કૃષિ કાર્યનો પ્રારંભ કર્યો

    1 day ago

    જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સાર્વત્રિક અને અનરાધાર વરસાદ બાદ હવે કેશોદ તાલુકાના ધરતીપુત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસતા ક્યાંક અતિવૃષ્ટિ અને પૂરના કારણે નુકસાનના દૃશ્યો સર્જાયા છે, તો ક્યાંક ખેડૂતોને વર્ષનો ઉત્તમ વાવણી લાયક વરસાદ મળી ગયો છે. વરસાદી આફત અને લાંબા વિરામ બાદ આખરે વરાપ નીકળતા આજથી કેશોદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા વાવણીના ભવ્ય શ્રીગણેશ કરવામાં આવ્યા છે. પરંપરાગત સંસ્કૃતિ મુજબ નાની બાળાઓ દ્વારા પવિત્ર પૂજન વિધિ કરવામાં આવી હતી અને બળદોને કુમકુમ તિલક તથા સાથિયા કરી, શણગાર સજીને નવા કૃષિ વર્ષની અત્યંત મંગલમય અને શુભ શરૂઆત કરવામાં આવી છે. સારો વરસાદ ખાબકતા ખેડૂતોમાં હરખની હેલી ચર ગામના ખેડૂત અરવિંદભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં આ વર્ષે વાવણી લાયક ખૂબ જ સારામાં સારો વરસાદ થયો છે. સમગ્ર પંથકમાં આશરે 25 થી 30 ઇંચ જેટલો માતબર વરસાદ વરસી ચૂક્યો છે. જો કે આ વખતે વરસાદી સીઝન શરૂ થવામાં 10 દિવસ જેટલું મોડું થયું હતું, પરંતુ હવે અંતે ખૂબ જ સારો વરસાદ ખાબકતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે અને તમામ લોકો ઉત્સાહભેર વાવણીના કામમાં વળગી ગયા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ વરસાદ ખેતી માટે બહુ જ ફાયદાકારક સાબિત થશે, જો કે ભારે પ્રવાહને કારણે અમુક જગ્યાએ બંધપારા તૂટી જતાં નુકસાન પણ થયું છે. હવે જો આગામી સમયમાં પણ કુદરત આ જ રીતે મહેરબાન રહેશે તો શિયાળુ અને ચોમાસું પાકનું બહુ સારું પરિણામ મળશે. આજથી જ અમે વાવણી ચાલુ કરી દીધી બીજી તરફ ખેડૂત ચેતનભાઈ મોકરિયાએ પણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા પંથકમાં અતિભારે વરસાદ હતો, પરંતુ હવે સરસ વરાપ નીકળતા આજથી જ અમે વાવણી ચાલુ કરી દીધી છે. અમે બળદ અને કૃષિ સાધનોનું વિધિવત પૂજન કરી, સાથિયા અને સુંદર શણગાર કરીને અનોખા ઉત્સાહ સાથે વાવણી કરવા વળગી ગયા છીએ. આ વર્ષે શરૂઆતમાં આશરે 15 દિવસથી એક મહિના જેટલો સમય વરસાદ ખેંચાયો હતો, જેના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા અને મૂંઝવણ અનુભવતા હતા, પરંતુ હવે મેઘરાજાએ કૃપા કરતાં બધું જ સારું થઈ ગયું છે અને જો આગામી સમયમાં પણ પાછતરો વરસાદ સારો થશે તો ખેડૂતોને મોટો આર્થિક લાભ થશે તેવી આશા છે. નીચાણવાળા ખેતરો અને ગામોમાં પૂરના પાણી ભરાયા હતા ​કેશોદ અને માંગરોળ પંથકમાં ચાલુ સીઝન દરમિયાન ભારે તાંડવ જોવા મળ્યું હતું. માંગરોળમાં તો આભ ફાટવા જેવી પરિસ્થિતિ વચ્ચે 40 ઇંચથી વધુ અને કેશોદમાં પણ 30 ઇંચની આસપાસ તોફાની વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા ખેતરો અને ઘેડ વિસ્તારના ગામોમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા. આ ભારે વરસાદના કારણે શરૂઆતમાં નદી-નાળા છલકાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ખેડૂતો ચિંતિત બન્યા હતા. હવે પૂરના પાણી ઓસરતા અને મેઘરાજાએ વિરામ લેતા જમીનમાં વરાપ થઈ છે, જે વાવણી માટે અમૃત સમાન સાબિત થઈ રહી છે. ધરતીપુત્રો હવે ચિંતા છોડીને સારા ચોમાસાની આશા સાથે હોંશે-હોંશે સીમ ભણી ઉપડી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    સોસાયટીની કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશાયી, CCTV:બહુમાળી ઇમારતના બાંધકામ દરમિયાન દીવાલ ધડાકાભેર તૂટી પડી, રાંદેસણમાં સ્થાનિકોએ કહ્યું- સતત ડરના માહોલમાં છીએ
    Next Article
    Joymala, Kaziranga's Iconic Patrol Elephant Who Battled A Tiger, Dies At 66

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment