Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધમડાચી ઓવરબ્રિજ પર રસ્તો બેસતા અકસ્માત:વૃદ્ધ દંપતી ઇજાગ્રસ્ત, બ્રિજની ગુણવત્તા પર સવાલ

    1 day ago

    વલસાડના ધમડાચી નેશનલ હાઇવે પરના નવા ઓવરબ્રિજ પર રસ્તાનો ભાગ બેસી જતાં એક મોપેડ સવાર વૃદ્ધ દંપતી અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં દંપતીને ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આશરે સાંજે 4 વાગ્યાના સુમારે હોન્ડા એક્ટિવા (નંબર GJ-15-DF-9863) પર સવાર વૃદ્ધ દંપતી સુરતથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા. ધમડાચી ખાતે નવા ઓવરબ્રિજના મધ્ય ભાગમાં રસ્તો બેસી જવાથી મોપેડનું ટાયર ખાડામાં પટકાયું હતું. આના કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને દંપતી રોડ પર પટકાઈને ઈજાગ્રસ્ત થયા. ઉલ્લેખનીય છે કે, ગતરોજ પણ આ જ સ્થળે અન્ય એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઉપરાંત, ભારે વરસાદને કારણે મુંબઈથી સુરત જતા માર્ગ પર પણ એક મોટો ખાડો પડ્યો છે, જેના કારણે હાલ વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. માત્ર એક મહિના પહેલા જ શરૂ કરાયેલા આ નવા ઓવરબ્રિજની ગુણવત્તા અને સુરક્ષા અંગે હવે અનેક સવાલો ઉભા થયા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના અધિકારીઓ આ ખામીઓ પર ક્યારે ધ્યાન આપશે તે જોવું રહ્યું, જેથી આવા અકસ્માતો અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    સોસાયટીની કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશાયી, CCTV:બહુમાળી ઇમારતના બાંધકામ દરમિયાન દીવાલ ધડાકાભેર તૂટી પડી, રાંદેસણમાં સ્થાનકોએ કહ્યું- સતત ડરના માહોલમાં છીએ
    Next Article
    Aamir Khan And Gauri Spratt's First Dance As Mr And Mrs Goes Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment