Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરે ઝઘડિયાના ખાલક ગામની આકસ્મિક મુલાકાત લીધી:ગ્રામજનો સાથે સંવાદ કરી, શાળામાં મધ્યાહન ભોજન ચકાસ્યું

    एक दिन पहले

    ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ રવિવારે ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ખાલક ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે સરકારી યોજનાઓના અમલીકરણ અને ગ્રામ્ય વહીવટી કામગીરીની પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી. આ દરમિયાન કલેક્ટરે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની રજૂઆતો સાંભળી હતી અને સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે સૂચનાઓ આપી હતી. કલેક્ટરે સૌપ્રથમ ખાલક ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયતના દફતરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ગામના આગેવાનો અને નાગરિકો સાથે બેઠક યોજી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરે ગામની પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમના શૈક્ષણિક સ્તર અને સામાન્ય જ્ઞાનની ચકાસણી કરી હતી. ઉપરાંત, શિક્ષકોને શિક્ષણની ગુણવત્તા વધુ સુધારવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તાની પ્રત્યક્ષ ચકાસણી કરવા કલેક્ટરે વિદ્યાર્થીઓ સાથે ભોજન પણ લીધું હતું. આ દરમિયાન તેમણે રસોડાની સ્વચ્છતા, ભોજનની ગુણવત્તા, પૌષ્ટિકતા અને વપરાતી સામગ્રીનું નિરીક્ષણ કર્યું હતું. બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન ઝઘડિયા નાયબ કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે 'AAP'નું રણશિંગું:ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સામૂહિક ઉપવાસ, વીજળી અને પાકના ભાવ માટે લડત આપવાની ચીમકી
    Next Article
    Morbi Fire Incident Update | મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં લાગેલી આગ વિકરાળ બની | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment