Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ગોખાંતરમાં પુત્રએ પિતાની હત્યા કરી:કામ-ધંધો ન કરવા બાબતે પિતાએ ઠપકો આપતા ઉગ્ર ઝઘડા બાદ હત્યા

    15 hours ago

    પાટણ જિલ્લાના વારાહી નજીક આવેલા ગોખાંતર ગામમાં એક હત્યાની ઘટના સામે આવી છે. કામ-ધંધો ન કરવા બાબતે પિતાએ ઠપકો આપતા પુત્રએ પોતાના પિતાની હત્યા કરી નાખી. મૃતક પિતાનું નામ જમાલશા ફકીર (ઉંમર 50 વર્ષ) છે, જ્યારે હત્યા કરનાર પુત્ર અલ્તાફ ફકીર છે. પોલીસના જણાવ્યા અનુસાર, અલ્તાફ ફકીરના થોડા સમય અગાઉ જ લગ્ન થયા હતા. લગ્ન બાદ પણ તે કોઈ કામ-ધંધો કરતો ન હતો અને ઘરે જ બેસી રહેતો હતો. આ બાબતને લઈને પિતા જમાલશા ફકીર અવારનવાર પુત્રને ઠપકો આપતા અને ઘરની જવાબદારી સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. ઘટનાના દિવસે પણ પિતા જમાલશાએ પુત્ર અલ્તાફને કામ ન કરવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતા દ્વારા આપવામાં આવેલો આ ઠપકો પુત્રને અસહ્ય લાગતા તે ઉશ્કેરાઈ ગયો. નજીવી બાબતના આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આવેશમાં આવીને પુત્ર અલ્તાફ ફકીરે પોતાના 50 વર્ષીય પિતા જમાલશા ફકીર પર હુમલો કર્યો અને તેમની હત્યા કરી નાખી. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક:ડેમની જળસપાટી 23.7 ફૂટે પહોંચી, ખેડૂતો અને જિલ્લામાં ખુશીનો માહોલ
    Next Article
    From Zia To 'Holy War', State Policy Built Pak's Extremist Ecosystem

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment