Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કોર્પિયો ચાલકે રીક્ષાને ટક્કર મારતાં પલટી ગઈ, દંપતીને ઈજા:અકસ્માત સર્જી ચાલક ગાડી છોડીને ભાગ્યો, મહેસાણાના દેદિયાસણ નજીકનો બનાવ

    21 hours ago

    મહેસાણાના દેદિયાસણ નજીક એક બેફામ સ્પીડે આવી રહેલી સ્કોર્પિયો ગાડીના ચાલકે રોડ સાઈડમાં ઉભેલી રીક્ષાને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા પલટી ખાઈ જતાં અંદર સવાર દંપતીને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે ઘવાયેલી પત્નીને ખભાના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જી સ્કોર્પિયો ચાલક ગાડી લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રોડના કટ પર રીક્ષા ઉભી રાખી હતી મહેસાણાની ગરીબ નવાઝ સોસાયટી (કસ્બા, રોહિતનગર રોડ) ખાતે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ઇકબાલભાઈ અબ્દુલ્લાભાઈ અબુભાઈ (ઉં.વ. 59) ગત સાંજે આશરે સાડા પાંચ વાગ્યાની આસપાસ પોતાની પત્ની ઝરીનાબેન સાથે રીક્ષા નંબર GJ-24-W-5298 લઈને દેદિયાસણ ખાતે આવેલ નાઝ ઓટોગેરેજમાં સર્વિસ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગેરેજની સામે રોડના કટ પર તેમણે પોતાની રીક્ષા ઉભી રાખી હતી. સ્કોર્પિયો ચાલકે ધડાકાભેર ટક્કર મારી દીધી, રીક્ષા પલટી ગઈ તે જ સમયે એક સ્કોર્પિયો ગાડી નંબર GJ-13-AH-7028 નો ચાલક પોતાની ગાડી પૂરઝડપે અનગફલતભરી રીતે હંકારી લાવ્યો હતો અને રોડ સાઈડમાં ઉભેલી રીક્ષાના જમણી સાઈડના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષા રોડ પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માતને પગલેઆસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને રીક્ષામાં ફસાયેલા દંપતીને બહાર કાઢ્યા હતા. દંપતીને ગંભીર ઈજા, સારવારમાં ખસેડાયો આ દુર્ઘટનામાં ઇકબાલભાઈને કપાળમાં તેમજ ડાબા પગે ઈજાઓ થઈ હતી, જ્યારે તેમની પત્ની ઝરીનાબેનને માથામાં, કપાળે અને જમણા ખભે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તુરંત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરતાં સારવાર અર્થે દંપતીને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સ્કોર્પિયો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો જ્યાં ફરજ પરના તબીબોએ ઝરીનાબેનને જમણા ખભે પાંસળીના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જણાવી ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી સારવાર શરૂ કરી છે. મહેસાણા તાલુકા પોલીસે આ મામલે ફરાર સ્કોર્પિયો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજુલા-ખાંભામાં આભ ફાટ્યું, 12 ઇંચ વરસાદથી જળતાંડવ:નેશનલ હાઈવે બંધ થતાં 20 ગામ સંપર્કવિહોણા, મદદ માટે MLAએ તરવૈયાઓની ફોજ માંગી
    Next Article
    Who Was Jaswant Singh Khalra? Meet The Sikh Rights Activist Who Inspired Diljit Dosanjh's Satluj

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment