Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલા-ખાંભામાં આભ ફાટ્યું, 12 ઇંચ વરસાદથી જળતાંડવ:નેશનલ હાઈવે બંધ થતાં 20 ગામ સંપર્કવિહોણા, મદદ માટે MLAએ તરવૈયાઓની ફોજ માંગી

    20 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા અને જાફરાબાદ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ખાંભા ગ્રામ્ય અને રાજુલા પંથકમાં 12 ઇંચથી વધુ તોફાની વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. ગીર અને અમરેલી પંથકમાં સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે હવામાન વિભાગે આગામી સમય માટે ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી 8 જિલ્લામાં 'રેડ એલર્ટ' અને 6 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. નાગેશ્રી નેશનલ હાઈવે બંધ, 20 ગામડાં સંપર્કવિહોણા ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં પડેલા સાંબેલાધાર 8 ઇંચ અને પંથકના કુલ 12 ઇંચ વરસાદને કારણે ચોટીલા-ખાંભાથી નાગેશ્રી જતો નેશનલ હાઈવે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. રાણીગપરા ગામ નજીક કૂતરાખાણ પાસે ચાલુ પુલનું કામચલાઉ ડાઇવર્ઝન પૂરના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયું છે. હાઈવે બંધ થવાને કારણે નીચે મુજબના ગામોનો સંપર્ક તૂટી ગયો છે: મધરાતથી હાઈવે બંધ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે ત્વરિત કાર્યવાહી ન કરાતાં વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય બજારોમાં નદીઓ વહેતી થઈ, સોસાયટીઓ જળબંબાકાર રાજુલા શહેરમાં વહેલી સવારે 6થી 10 વાગ્યા દરમિયાન જ વધુ અઢી ઇંચ વરસાદ ખાબકતાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. શહેરના મુખ્ય બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દૃશ્યો સર્જાયા છે, જેના કારણે વેપારીઓનો કિંમતી માલસામાન પલળી જતાં મોટું નુકસાન થયું છે. મુખ્ય બજારોમાં ગોઠણડૂબ પાણી, સૂર્યા બંગ્લોઝ સોસાયટીમાં આફત છતડીયા રોડ નજીક આવેલી સૂર્યા બંગ્લોઝ સોસાયટીના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકોનું દૈનિક જીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત બન્યું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, દર વર્ષે ચોમાસામાં અહીં આ જ સમસ્યા સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. છતડીયા રોડ અને તેની આસપાસના ખેતરોમાં મોટી માત્રામાં પાણી ફરી વળતાં ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં ડૂબ્યા છે. "સરકારી ટીમ આવે તે પહેલાં મદદ કરો": ધારાસભ્ય હીરા સોલંકીની હાકલ રાજુલા પંથકના ધારાબંદર અને આસપાસના ગામો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને પંથકના કુશળ તરવૈયાઓ પાસે તાત્કાલિક મદદ માંગી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજુલા તાલુકામાં 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આપણા વિસ્તારના ઘણા લોકોને ઉત્તમ તરતા આવડે છે, મારી અપીલ છે કે આવા લોકોની એક યાદી બનાવી મારો સીધો સંપર્ક કરો, જેથી સરકારી સહાયની બચાવ ટીમ પહોંચે તે પહેલાં આપણે સ્થાનિક સ્તરે જ લોકોના જીવ બચાવી શકીએ. જળાશયો છલકાયા, 2 ડેમના દરવાજા ખોલાયા, 11થી વધુ ગામો હાઈએલર્ટ પર મુશળધાર વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની ભયજનક આવક થઈ રહી છે. રાજુલાનો આ મુખ્ય ડેમ ઓવરફ્લો થતાં તંત્રએ તેના 6 દરવાજા ખોલી નદીમાં પાણી છોડ્યું છે. જેના કારણે નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા, લોઠપૂર અને ઉચેયા સહિત 8થી વધુ ગામોને હાઈ એલર્ટ પર મૂકાયા છે. નોંધનીય છે કે, ધાતરવડી-1 ડેમ પણ 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ખાંભા તાલુકાના મોટા બારમણનો રાયડી ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડાઈ રહ્યું છે. નદી કાંઠાના નાગેશ્રી, ચૌત્રા અને બારમણ સહિતના ગામોને સાવધ કરાયા છે. રાજુલાથી ખાંભા જતા મુખ્ય માર્ગ પર કાતર અને ડેડાણ પાસે પાણીનો પ્રવાહ ભયજનક રીતે વધતાં આ હાઈવે ગમે ત્યારે બંધ થઈ શકે છે. આ ઉપરાંત ડુંગર ગામ પાસેની નદીના પુલ પરથી પણ પૂરના પાણી વહી રહ્યા હોવાથી વહીવટી તંત્રએ લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને પાણીના પ્રવાહથી દૂર રહેવા કડક તાકીદ કરી છે. મધરાતે હાઈવોલ્ટેજ રેસ્ક્યૂ ઓપરેશન, ઈકો કારમાંથી 7ના જીવ બચાવાયા ભારે વરસાદી હોનારત વચ્ચે અમરેલી-સાવરકુંડલા પંથકના કેરાણા-હાવડ કોઝવે પર મધ્યરાત્રિએ કાળજું કંપાવનારા દૃશ્યો સર્જાયા હતા. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક ઇકો કાર 7 મુસાફર સાથે ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તુરંત એક્શનમાં આવી હતી. ફાયર ઓફિસરની આગેવાનીમાં ટીમે પૂરના તેજ પ્રવાહ વચ્ચે જીવના જોખમે સતત 3 કલાક સુધી ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી તમામ 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    IIT Kanpur, Madras begin B Cyber admissions, no JEE Advance score required; hackathon-based intake from next year
    Next Article
    સ્કોર્પિયો ચાલકે રીક્ષાને ટક્કર મારતાં પલટી ગઈ, દંપતીને ઈજા:અકસ્માત સર્જી ચાલક ગાડી છોડીને ભાગ્યો, મહેસાણાના દેદિયાસણ નજીકનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment