Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસના વીડિયો ઉતારતા યુવાનો પર માયાભાઈ આહિરનો કટાક્ષ:'તમે અમારો પગાર ખાઓ છો કહેનાર રેશનિંગના ઘઉં ખાય છે'; આપ નેતાએ કહ્યું-ભાજપના રૂપિયાથી તમારા મોઢા સિવાયા

    16 hours ago

    સુરત શહેરમાં 3 દિવસ પહેલા(2 જુલાઈ) યોજાયેલા પોલીસ વિભાગના એક નિવૃત્તિ કાર્યક્રમે હવે સામાજિક અને રાજકીય વિવાદનું રૂપ ધારણ કરી લીધું છે. હાલમાં જ PI (પોલીસ ઇન્સ્પેક્ટર) તરીકે બઢતી મેળવીને સેવા નિવૃત્ત થનાર અધિકારી જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહ નિમિત્તે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, લોકગાયક કીર્તિદાન ગઢવી અને લોકગાયિકા મૈથિલી ઠાકુર જેવા નામાંકિત કલાકારો હાજર હતા. જો કે, આ ડાયરા દરમિયાન માયાભાઈ આહીરે સામાન્ય નાગરિકો અને ટેક્સપેયર્સને લઈને એક ટિપ્પણી કરી હતી કે, 'જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. 'તમે અમારો પગાર ખાઓ છો...' જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એ બધા!' તમે અમારો પગાર ખાઓ છો કહેનાર રેશનિંગના ઘઉં ખાતા હોય. આ નિવેદનની સામે સુરત આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘડે ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું કે, ભાજપના બે નંબરના રૂપિયાઓ આવે છે, એટલે તમારા મોઢા સિવાઈ ગયા છે. ડાયરામાં માયા આહીરનું સંપૂર્ણ નિવેદન શું હતું? સુરતના ડાયરા દરમિયાન માયાભાઈ આહીરે સોશિયલ મીડિયા પર પોલીસના વીડિયો ઉતારતા સામાન્ય યુવાનો પર કટાક્ષ કરતા મંચ પરથી કહ્યું હતું કે, "અને એમાંય હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. 'તમે અમારો પગાર ખાઓ છો...' જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એ બધા! આવી જ રીત છે. આજે ઈ ત્યાં દેવા જાય છે ને 'તમે અહીંયા અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો...' ઈ રેશનિંગના ઘઉં ખાતા હોય ઈ બધા... અને એણે જિંદગીમાંય ટેક્સ નો ભર્યો હોય સાહેબ." આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સામાન્ય જનતામાં આક્રોશ ફેલાયો હતો. સુરત'આપ'ના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણનો સણસણતો પલટવાર આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘડે જણાવ્યું હતું કે, માયાભાઈ, તમે જે કહો છો કે આ દેશના નાગરિકનો કે છોકરાના બાપુજીના ટેક્સના પૈસામાંથી, તો તમને કદાચ ખબર નહીં હોય કે આ દેશનો એક ભિખારી કે એક ગરીબમાં ગરીબ વ્યક્તિ જે ભીખ માંગીને ખાય છે, એમના બાળકને દૂધ પીવડાવે છે કે પાર્લે-જીનું બિસ્કિટ ખવડાવે છે, લે છે, એમાં પણ એ ટેક્સ ભરે છે. આવો તમને કોણે હક આપ્યો કે તમે આ દેશની યુવા પેઢીના બાપુજીને આવા ટેક્સના નામે તમે અપમાન કરી શકો છો? આ પણ વાંચો: સુરતમાં પોલીસ વિભાગના એક અધિકારીના નિવૃત્તિ કાર્યક્રમ નિમિત્તે ડાયરો 'તમને અધિકાર નથી કે તમે ટેક્સપેયરનું અપમાન કરો' અણઘડે વધુમાં કહ્યું કે, તમને મારો સવાલ છે, કારણ કે તમારા જેવા ડાયરાના કલાકારો અને મોટાભાગના મીડિયા જ્યારે વેચાઈ ગયું છે, ત્યારે એ વ્યક્તિ, એ નાનો યુવાન પોલીસની સામે વીડિયો બનાવે છે. કારણ કે પોતાની ફરજ સમજે છે કે જે જગ્યાએ ખોટું થઈ રહ્યું છે ત્યાં મારે બોલવું જોઈએ. એટલે તમને આવો બિલકુલ અધિકાર નથી કે તમે ટેક્સપેયરનું આવી રીતે અપમાન કરી શકો. આ દેશનો એક-એક નાગરિક ઇનડાયરેક્ટ ટેક્સ આપે છે. 'ભાજપના બે નંબરના રૂપિયાઓ આવે છે, એટલે તમારા મોઢા સિવાઈ ગયા' પૂર્વ કોર્પોરેટર ઉમેરતાં કહ્યું કે, તમારામાં તેવડ હોય તો તમે કેમ નથી બોલતા? આજના દિવસે જ્યારે એ વ્યક્તિ પોલીસની વિરુદ્ધમાં અવાજ ઉપાડે છે, ત્યારે સવાલ એ થાય છે કે શા માટે અવાજ ઉપાડ્યો?. આ દેશની અંદર, આ રાજ્યની અંદર ખાસ કરીને દારૂબંધી છે છતાં ઠેર-ઠેર દારૂના અડ્ડાઓ ચાલે છે, તો તમે કેમ સવાલ નથી કરતા?. તમારી પાસે ભાજપ સરકારના લોકોના બે નંબરના રૂપિયાઓ આવે છે એટલે તમારા મોઢા સિવાઈ ગયા છે. તમારે ભાજપની વાહ-વાહી કરવી પડે છે. યાદ કરો એ સમય કે જ્યારે ડાયરાના પ્રોગ્રામ બંધ થઈ ગયા ત્યારે ભાજપનો ખેસ કેમ પહેરવો પડ્યો હતો? 'રામ મંદિરનું દાન ચોરાઈ ગયું, કેમ મોઢા સિવાઈ ગયા છે?' વધુમાં જણાવ્યું હતું કે, એટલે તમને આવો હકીકતમાં કોઈ અધિકાર નથી કે તમે કોઈની વાહ-વાહી ખોટી રીતે કરો. દરેક પોલીસ ખરાબ છે એવું કહેવાનું નથી, સારી છે એનું સારું છે. પણ તમે જ્યારે આવી રીતે ટેક્સપેયરનું અપમાન કરો છો એ તદ્દન ખોટી વાત છે. આ દેશની અંદર ને આ રાજ્યની અંદર ઘણા મુદ્દાઓ છે. તમારામાં નીડરતા હોય તો તમે કેમ નથી બોલતા? કેમ આજે ગુજરાત સરકારની સામે આજના ખેડૂતો લાચાર બનીને બેઠા છે, કેમ અવાજ નથી ઉપાડતા?. 'મનોબળ તોડવાના પ્રયાસો કરો છો એ નિંદનીય' છેલ્લે મહેશ અણઘડે કહ્યું કે, એટલે ખરેખર આ તમારી વાત બિલકુલ યોગ્ય નથી. આ દેશનો એક-એક નાગરિક, યુવાન જાગૃત થતો ગયો છે અને એ તમારા પેટમાં તેલ રેડાય છે, ત્યારે આવા લોકોને નીચા દેખાડવા માટે, એમનું મનોબળ તોડવા માટેના જે તમે પ્રયાસો કરો છો એ નિંદનીય છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય દિનેશ કુશવાહના બોલ પર કમિશનર ગેહલોતે સિક્સ મારી:જગન્નાથ મંદિરના મહંતે પણ બેટિંગ કરી, રથયાત્રાને લઈને પોલીસની એકતા ક્રિકેટ કપ શરૂ
    Next Article
    Gujarat Rain Update News | 24 કલાકમાં 196 તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યું | Monsoon 2026 | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment