Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય દિનેશ કુશવાહના બોલ પર કમિશનર ગેહલોતે સિક્સ મારી:જગન્નાથ મંદિરના મહંતે પણ બેટિંગ કરી, રથયાત્રાને લઈને પોલીસની એકતા ક્રિકેટ કપ શરૂ

    13 hours ago

    અમદાવાદમાં આગામી રથયાત્રા યોજાવવાની છે તે અગાઉ પોલીસ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ શરૂ કરવાના આવી છે. જેનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે આવતા જ બેટિંગ કરી હતી. ધારાસભ્યએ બોલ નાખ્યા પોલીસ કમિશનરે સિક્સ મારી હતી. ક્રિકેટ મેચનું પોલીસ કમિશનરે ઉદ્ઘાટન કર્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા અગાઉ અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપનું સરસપુરના બોમ્બે હાઉસિંગમાં આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટ મેચનું પોલીસ કમિશનર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જગન્નાથ મંદિરના મહંત, ધારાસભ્ય દિનેશ કુશવાહ, સેક્ટર 1 જેસીપી, ઝોન 3 ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નાગરિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધારાસભ્યના બોલ પર પોલીસ કમિશનરે સિક્સ મારી ક્રિકેટ મેચની શરૂઆતમાં નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બેટિંગ કરી હતી. ધારાસભ્ય દિનેશ કુશવાહે બોલિંગ કરી હતી. ધારાસભ્યના બોલ પર પોલીસ કમિશનરે એક બાદ એક સિક્સ મારી હતી. આ ઉપરાંત પોલીસ કમિશનરે બોલિંગ પણ કરી હતી અને મહંતે બેટિંગ કરી હતી. હિન્દુ-મુસ્લિમ સહિતના યુવાનોને એક મંચ લાવવા આયોજન આ ક્રિકેટ કપનું આયોજન કોમી એખલાસ અને યુવાનોમાં રમતગમતની ભાવના વધારવા માટે કરવાના આવે છે. આ કપમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના યુવાનોને એક મંચ પર લાવવામાં આવે છે. લગભગ 7 દિવસ કપ મેચ ચાલ્યા બાદ વિજેતા ટીમને પોલીસ અધિકારી અને મંદિરના મહંત દ્વારા કપ પણ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આજે ગૌરી સાથે લગ્ન કરશે આમિર ખાન:20 વર્ષની ઉંમરે ઘરના સભ્યોથી સંતાઈને પડોશી સાથે પહેલા કોર્ટ મેરેજ કર્યા, જાણો 3 રિલેશનશિપની કહાની
    Next Article
    પોલીસના વીડિયો ઉતારતા યુવાનો પર માયાભાઈ આહિરનો કટાક્ષ:'તમે અમારો પગાર ખાઓ છો કહેનાર રેશનિંગના ઘઉં ખાય છે'; આપ નેતાએ કહ્યું-ભાજપના રૂપિયાથી તમારા મોઢા સિવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment