Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલામાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી સ્થિતિ ખરાબ:નાગેશ્રી નેશનલ હાઈ-વે બંધ, પોરબંદરમાં તેજ પ્રવાહમાંથી યુવકનું બોટથી રેસ્ક્યૂ; ધાતરવડી-રાયડી ડેમ ઓવરફ્લો

    22 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે, જેમાં રાજુલાથી ખાંભા જતા મુખ્ય માર્ગ પર પાણીનો પ્રવાહ ભયજનક રીતે વધતાં કાતર અને ડેડાણ સહિતના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે અને આ માર્ગ ગમે ત્યારે બંધ થવાની આશંકા છે. આ ઉપરાંત, ડુંગર ગામ પાસે આવેલી નદીના પુલ પર પૂરના પાણી ફરી વળ્યા છે અને શહેરની મુખ્ય બજારો પણ જળબંબાકાર થતાં વેપારીઓ તેમજ સ્થાનિકો આફતમાં મુકાયા છે. આગામી કલાકોમાં વધુ વરસાદની ગંભીર શક્યતાઓને જોતાં પ્રશાસને લોકોને પૂરગ્રસ્ત માર્ગો કે પુલ પરથી જીવના જોખમે પસાર ન થવા અને અત્યંત સાવચેતી રાખવા અપીલ કરી છે. 24 કલાકમાં 154 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે ગીર અને અમરેલી પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે અત્યંત ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને જોતાં આજે 8 જિલ્લામાં 'રેડ એલર્ટ' અને 6 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. ગીરમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીઓ-નાળા છલકાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પોરબંદરમાં પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકનું બોટથી રેસ્ક્યૂ પોરબંદર ફાયર ટીમને વહેલી સવારે 112 કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે બળેજ ગામ પાસે આવેલા બળેજ-અમીપુર રોડ પર વાહન લઈને પસાર થઈ રહેલો એક યુવક અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં પૂરના પાણીમાં ફસાયો છે. ઘટનાની જાણ થતાં જ પોરબંદર ફાયર વિભાગની ટીમ તુરંત બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ જૂનાગઢથી માધવપુર જઈ રહેલા 22 વર્ષીય રાજશી રામ નામના યુવકનું બોટ દ્વારા સફળ રેસ્ક્યૂ કરી તેને સલામત સ્થળે ખસેડ્યો હતો. અમરેલીમાં ધાતરવડી-2 અને રાયડી ડેમ ઓવરફ્લો થતાં 11થી વધુ ગામો હાઈ એલર્ટ પર અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઈ રહી છે, જેમાં રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા તેના 6 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા અને ઉચેયા સહિત 8થી વધુ ગામોને સાવચેત રહેવા કડક સૂચના અપાઈ છે. બીજી તરફ ખાંભા તાલુકાનો રાયડી ડેમ પણ ઓવરફ્લો થતાં નાગેશ્રી, ચૌત્રા અને બારમણ સહિતના કાંઠાના ગામોને તંત્ર દ્વારા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વધુમાં, રાજુલાનો ધાતરવડી ડેમ-1 પણ 70 ટકાથી વધુ ભરાઈ ગયો હોવાથી પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા તેમજ નદી-નાળાના પાણીના પ્રવાહથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગૌરવ ખન્ના સાથે લગ્ન પહેલાં આકાંક્ષા બાયસેક્સ્યુઅલ હતી:એક્ટ્રેસે કહ્યું- હું છોકરીઓ સાથે રિલેશનશીપમાં રહી છું, તેની તરફ આકર્ષિત થાઉં છું
    Next Article
    પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ:વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેતીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment